Not Set/ કેરળમાં RSSની ઓફિસ પર બોમ્બ ફેંકીને કરવામાં આવ્યો હુમલો

પાયન્નુર પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના મંગળવારે સવારે બની હતી. ઘટનામાં બિલ્ડિંગની બારીના કાચ તૂટી ગયા હતા.

Top Stories India
3 30 કેરળમાં RSSની ઓફિસ પર બોમ્બ ફેંકીને કરવામાં આવ્યો હુમલો

આરએસએસ કાર્યાલય પર બોમ્બ ફેંકાયાના સમાચાર છે. પાયન્નુર પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના મંગળવારે સવારે બની હતી. ઘટનામાં બિલ્ડિંગની બારીના કાચ તૂટી ગયા હતા.કેરળના કન્નુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યાલય પર બોમ્બ ફેંકવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ RSS ઓફિસની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે રાત્રે 1.30 વાગ્યે કન્નુરના પયાનૂરમાં આરએસએસની ઓફિસ બિલ્ડિંગ પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. હુમલામાં ઓફિસની બારીઓને નુકસાન થયું છે. હુમલામાં કોઈને ઈજા થઈ નથી.

ઉલ્લેખનીય છે કે  આ વર્ષે ફેબ્રુઆરીમાં કેરળના એક પોલીસ અધિકારીને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ને RSS કાર્યકર્તાઓ વિશે માહિતી આપવા બદલ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તે PFIની રાજકીય પાંખ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI)ને માહિતી લીક કરી રહ્યો હતો.