ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત જોવા મળી રહી છે, રાજ્યમાં ધીરે ધીરે બર્ડ ફ્લૂનો ફેલાવો વધી રહ્યો છે. ત્યારે હવે અમદાવાદના મણિનગરમાં ગોરના કુવા નજીક આકાશમાંથી ઉડતો બગલો અચાનક નીચે ઢળી પડતા લોકો પણ ભયભીત થયા છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં મણિનગરમાં ગોરના કુવા પાસે બગલો આવીને પડતાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. મણિનગરમાં ખારીકટ કેનાલ પાસે કર્મભૂમિ સોસાયટી પાસેના રહેણાંક વિસ્તારમાં બગલો આવીને પડતાં તેનું મોત નીપજ્યું હતું. આ કારણે આસપાસના સ્થાનિકોએ 1962 અને એએમસીને જાણ કરી હતી. આ ઘટના બાદ સ્થાનિકોમાં બર્ડફ્લૂ ફેલાવાની ભીતિ ઉભી થઈ છે.
આ અંગે સ્થાનિકોએ 1962 હેલ્પલાઈન પર કોલ કરીને જાણ કરવામાં આવતા તેમણે મૃત્યુ પામેલા પક્ષી માટે આવવાની અસમર્થતા દર્શાવી AMCના તંત્રને જાણ કરવાની સલાહ આપી હતી. આખરે સ્થાનિકોએ વિસ્તારના અગ્રણી આગેવાન થકી AMC સુધી પોતાની વાત પહોંચાડી હતી.
આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં જુનાગઢ, સુરત સહિત સાત જિલ્લામાં બર્ડ ફ્લૂના કેસો સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ પાંચ જિલ્લા દક્ષિણ ગુજરાતના છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…