Not Set/ જીવનનો ગૂઢાર્થ અને ગુણવત્તાની મહત્તા સમજાવતો સ્ત્રોત એટલે જ ગુરુ : ડો.મતાઉદ્દીન ચિશ્તી

ગુરુપૂર્ણિમાના અવસર નિમિત્તે તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદી ખાતે સાદગીભરી રીતે ઉજવણી કરવામાં આવી હતી,ઘેર-ઘેર ગાય પાળો,કોમી એકતા, ભાઈચારો

Gujarat Dharma & Bhakti
chisti જીવનનો ગૂઢાર્થ અને ગુણવત્તાની મહત્તા સમજાવતો સ્ત્રોત એટલે જ ગુરુ : ડો.મતાઉદ્દીન ચિશ્તી

નિર્મલ પટેલ,માંગરોળ@ મંતવ્ય ન્યૂઝ

હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ  ઐતિહાસિક મોટામિયાં માંગરોળની દરગાહ ખાતે સાદગીભરી રીતે ગુરૂપૂર્ણિમાની કરાયેલી ઉજવણી

ગુરુપૂર્ણિમાના અવસર નિમિત્તે તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદી ખાતે સાદગીભરી રીતે ઉજવણી કરવામાં આવી હતી,ઘેર-ઘેર ગાય પાળો,કોમી એકતા, ભાઈચારો માનવસેવા વ્યસનમુક્તિ,ઘેર ઘેર વૃક્ષો વાવોનો સંદેશ આપતી મોટામિયાં માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હઝરત પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ રહેઠાણ પાલેજ મુકામે તથા તેમના સુપુત્ર-અનુગામી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી મોટામિયાં માંગરોલની ગાદી ખાતે ઉપસ્થિત રહી મુલાકાત આપી આશીર્વાદ આપ્યા હતા.

chisti 2 જીવનનો ગૂઢાર્થ અને ગુણવત્તાની મહત્તા સમજાવતો સ્ત્રોત એટલે જ ગુરુ : ડો.મતાઉદ્દીન ચિશ્તી

વર્ષોની પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમાના દિને વિશેષ સંદેશ પાઠવતા જણાવવામાં આવ્યું હતું કે,આધુનિક યુગમાં ગુણવત્તા માત્ર ભૌતિક જગત પૂરતી સીમિત થઇ ગઇ છે, પરંતુ ખરેખર તો ગુણવત્તા જીવનમાં જાળવવી જરુરી છે, અને એટલે જ જીવન અને તેની સાથે સંકળાયેલ ગુણવાનપણાંનો ગૂઢાર્થ સમજાવતો સ્ત્રોત એટલે જ ગુરુ, જીવનને ઉન્નત બનાવવા માટે ગુણવત્તા મહત્વનું ઘટક છે.

બદલાતા સમયમાં ભલે ઘણુંય બદલાતું રહે પરંતું પ્રાચીનકાળથી લઇ આધુનિક કાળમાં પણ અધ્યાત્મનો ઉદ્દેશ યથાવત્ રહ્યો છે માટે આજના દિવસે શિષ્યએ ગુરુ તરફથી મળેલ ઉપદેશને અનુસરવા સંકલ્પ કરવો જોઇએ, સાથે કન્યા કેળવણી તથા શિક્ષણ ખાસ ભાર મૂકી વૃક્ષ વાવવા પણ આહવાન કરવામાં આવ્યું હતું.આ દરમિયાન કોરોના ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક તેમજ સેનેટાઈઝરનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી હતી.

majboor str 12 જીવનનો ગૂઢાર્થ અને ગુણવત્તાની મહત્તા સમજાવતો સ્ત્રોત એટલે જ ગુરુ : ડો.મતાઉદ્દીન ચિશ્તી