કેવડીયા/ સલામતીનો પૂરતો બંદોબસ્ત રાખી SOU પ્રવાસીઓ માટે ખુલ્લું રખાશે

૨૮ થી ૩૧ મી ઓક્ટોબર દરમિયાન પ્રવાસીઓ મુલાકાત લઈ શકશે…

Top Stories Gujarat Others
સ્ટેચ્યુ પરિસર સલામતીનો પૂરતો બંદોબસ્ત રાખી સ્ટેચ્યુ પ્રવાસીઓ માટે ખુલ્લું રખાશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી તા.૩૧ મી ઓકટોબરના રોજ સરદાર પટેલ જન્મ દિવસ – રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે.  તેને અનુલક્ષીને અગાઉ તા.૨૮ ઓકટોબર થી ત્રણ દિવસ સ્ટેચ્યુ પરિસર પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જો કે હાલમાં પ્રવાસનની મોસમ છે.એટલે લોક લાગણીને માન આપીને તા.૨૮ થી ૩૧મી ઓક્ટોબર દરમિયાન ઉપરોક્ત દિવસ માટેના પૂરતા સુરક્ષા બંદોબસ્ત સહિત sou પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવાના નિર્ણયની જાહેરાત souadtga ના મુખ્ય કારોબારી અધિકારી દ્વારા કરવામાં આવી છે.એટલે હવે આ દિવસો દરમિયાન પ્રવાસીઓ sou ની મુલાકાત લઈ શકશે.

ઉલ્લેખનીય છે કે ગત રોજ જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર PM નરેન્દ્ર મોદી કેવડિયા SOU ખાતે 30 ઓક્ટોબરે આવી પોહચશે. જેઓના હસ્તે ₹14 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા નર્મદા ઘાટનું લોકાર્પણ કરી નર્મદા મૈયાની ગંગા મૈયાની જેમ મહાઆરતીનો આરંભ કરાવાશે.

સાથે જ ટ્રાયલ બેઝ પર ચાલતા યુનિટી રેડિયો અને ભૂલ ભૂલૈયા પાર્ક, દેશની પેહલી ઇ-સિટીનું પણ લોકાર્પણ માટેની તૈયારીઓ હાથ ધરી દેવાઈ છે. જ્યારે 5000 રૂમની બજેટ હોટલ અને રોયલ મ્યુઝિયમનું PM નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન થનારું છે. 31 ઓક્ટોબરે એકતા પરેડમાં ભાગ લઈ સરદાર પટેલને જન્મ જયંતિએ વડાપ્રધાન અંજલિ આપશે.

વડાપ્રધાન સાથે ગૃહમંત્રી અમિત શાહ સહિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે કેન્દ્ર અને રાજ્યના અન્ય મંત્રીઓ પણ જોડાઈ શકે છે. જેને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી તા.28 ઓક્ટોબર થી 1 નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે SOU બંધ કરાયું છે.

19 વર્ષે ન્યાય / રણજીત સિંહ હત્યા કેસમાં ગુરમીત રામ રહીમને આજીવન કેદની સજા

મહારાષ્ટ્ર / કલ્યાણની જેલમાં 20 કેદીઓ કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ