Relationship/ ઓફિસ શરૂ થયા બાદ કપલ્સે ના કરવી આ 4 ભૂલ, નહીં તો સંબધમાં આવી શકે છે ખટાશ

પોતાના કામની સાથે પોતાની પર્સનલ લાઈફને પણ બેલેન્સ કરવાનું શરૂ કરવું પડશે, તો જ તમે પોતાની રિલેશનશિપને હેલ્ધી બનાવી રાખી શકશો.

Lifestyle
Untitled 368 ઓફિસ શરૂ થયા બાદ કપલ્સે ના કરવી આ 4 ભૂલ, નહીં તો સંબધમાં આવી શકે છે ખટાશ

મેરિડ લાઈફમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવે છે, પરંતુ જે કપલ્સ સમજી-વિચારીને પોતાના સંબંધને નિભાવે છે, તેઓ તેમા જરૂર સફળ થાય છે. પ્રેમ, વિશ્વાસની સાથે સમજદારી પણ પરિણીત જીવનમાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. જે લોકડાઉન દરમિયાન પાર્ટનર્સની વચ્ચે ખૂબ જ સારી રીતે જોવા મળ્યું છે. આ દરમિયાન કપલ્સ એકબીજાની કામમાં મદદ કરતા દેખાયા સાથે જ એકબીજાની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યા બાદ સંબંધોને વધુ સારી રીતે સમજવામાં પણ મદદ મળી.

જોકે, હવે ફરી એકવાર લોકો પોતાના કામ પર પાછા ફર્યા છે. ઓફિસ ખુલ્યા બાદ પરિણીત યુગલોની ચિંતાઓ વધવા માંડી છે. પોતાના સંબંધને મજબૂત બનાવી રાખવા માટે તમારે નાની-નાની વાતોનું ધ્યાન રાખવુ પડશે. પોતાના કામની સાથે પોતાની પર્સનલ લાઈફને પણ બેલેન્સ કરવાનું શરૂ કરવું પડશે, તો જ તમે પોતાની રિલેશનશિપને હેલ્ધી બનાવી રાખી શકશો.

પાર્ટનરને વારંવાર ના કરો ફોન

છેલ્લાં લાંબા સમયથી કપલ્સ એકબીજાની સાથે ઘરે જ ભરપૂર ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. એવામાં તમને બંનેને એકબીજા સાથે રહેવાની આદત પડી ગઈ હશે. જોકે, હવે ઓફિસ ખુલ્યા બાદ જ્યારે તમે વધુ સમય પાર્ટનરથી દૂર રહેશો તો તેની યાદ તમને દરેક પળે આવશે. પરંતુ તમારે એ સમજવું પડશે કે સાથીને વારંવાર ફોન કરીને તમે તેને તેના કામમાં ડિસ્ટર્બ કરવાની સાથોસાથ તેને ઈરિટેટ પણ કરવા માંડો છો. આથી, પોતાની ભાવનાઓ પર કંટ્રોલ કરો અને પાર્ટનરને તેના કામ પર ફોકસ કરવા દો.

Untitled 364 ઓફિસ શરૂ થયા બાદ કપલ્સે ના કરવી આ 4 ભૂલ, નહીં તો સંબધમાં આવી શકે છે ખટાશ

કામની જવાબદારી વહેંચીને ચાલો

ઘરે રહેવા દરમિયાન કપલ્સે ઘણા બધા કામ વહેંચી લીધા હતા. પરંતુ ઓફિસ ચાલુ થયા બાદ તમારા એ કામ વધવાના છે. ખાવાનું બનાવવુ અને ઘરની સફાઈ કરવાથી લઈને કપડાં ધોવા સુધી, આ તમામ કામોને તમારે ઓફિસની સાથોસાથ સંભાળવા પડશે. એવામાં પોતાની જવાબદારીઓને સમજદારીથી વહેંચી લો, જેથી નાની-નાની વાતોને લઈને એકબીજા સાથે તમારી લડાઈ ના થાય.

Untitled 365 ઓફિસ શરૂ થયા બાદ કપલ્સે ના કરવી આ 4 ભૂલ, નહીં તો સંબધમાં આવી શકે છે ખટાશ

ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનું ભૂલતા નહીં

એ વાતમાં કોઈ બેમત નથી કે ઓફિસ ગયા બાદ તમારી લાઈફસ્ટાઈલ ખૂબ જ વધુ બિઝી થઈ જાય છે. આ દરમિયાન પોતાના માટે સમય કાઢવો મુશ્કેલ બની જાય છે, ત્યાં પાર્ટનર માટે સમય કાઢવો તમારા માટે ફરી એકવાર મુશ્કેલ ટાસ્ક બની શકે છે. જોકે, એ ના ભૂલો કે ઘરે રહીને તમારા અને તમારા સાથી વચ્ચે જેટલો મધુર અને સ્ટ્રોંગ સંબંધ બન્યો છે, તેને તમે સાથે ટાઈમ સ્પેન્ડ કરીને જ જાળવી શકો છો.

Untitled 366 ઓફિસ શરૂ થયા બાદ કપલ્સે ના કરવી આ 4 ભૂલ, નહીં તો સંબધમાં આવી શકે છે ખટાશ

રોમાન્સ ઓછો ના થવા દો

ઘણીવાર ઓફિસના હેવી કામના કારણે તમે ખૂબ જ થાક અનુભવો છો, જેની સીધી અસર તમારી રોમેન્ટિક લાઈફ પર પડે છે. સ્ટ્રેસના કારણે તમે સાથીની સાથે પોતાની સેક્સ લાઈફને એન્જોય નથી કરી શકતા, જેના કારણે કપલ્સની વચ્ચે અંતર વધવા માંડે છે. એવામાં કપલ્સે એ વાતનું ધ્યાન રાખવુ જોઈએ કે, પોતાના સંબંધમાં પ્રેમને જાળવી રાખવા રોમાન્સને ઓછો ના થવા દેવો જોઈએ

Untitled 367 ઓફિસ શરૂ થયા બાદ કપલ્સે ના કરવી આ 4 ભૂલ, નહીં તો સંબધમાં આવી શકે છે ખટાશ