Not Set/ 13 કરોડ રૂપિયાની દુનિયાની સૌથી મોંઘી દવાને મંજુરી મળી, આ રોગનો થશે ઉપચાર

વોશિંગ્ટન, દુનિયાની સૌથી મોંઘી દવા હવે માર્કેટમાં આવી જશે.કિંમત સાંભળીને તમારી આંખો પહોળી થઇ જાય તેટલી મોંઘી આ દવાને અમેરિકાએ મંજુરી આપી દીધી છે. તાજા જન્મેલાં અનેક બાળકોના હાડકાં સાવ નબળાં હોય છે.નવજાત શીશુના વિકાસ સાથે તેમના નબળા પડતા હાડકાની બિમારીને નાથવા માટે તૈયાર કરાયેલા આ દવાની કિંમત આશરે 2 મિલિયન ડોલર એટલે કે 13 […]

Health & Fitness Lifestyle
hhn 7 13 કરોડ રૂપિયાની દુનિયાની સૌથી મોંઘી દવાને મંજુરી મળી, આ રોગનો થશે ઉપચાર

વોશિંગ્ટન,

દુનિયાની સૌથી મોંઘી દવા હવે માર્કેટમાં આવી જશે.કિંમત સાંભળીને તમારી આંખો પહોળી થઇ જાય તેટલી મોંઘી આ દવાને અમેરિકાએ મંજુરી આપી દીધી છે. તાજા જન્મેલાં અનેક બાળકોના હાડકાં સાવ નબળાં હોય છે.નવજાત શીશુના વિકાસ સાથે તેમના નબળા પડતા હાડકાની બિમારીને નાથવા માટે તૈયાર કરાયેલા આ દવાની કિંમત આશરે 2 મિલિયન ડોલર એટલે કે 13 કરોડ રૂપિયા જેટલી છે.

આજે અમેરિકા સહિત દુનિયામાં  હજારો બાળકો જન્મતાની સાથે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામની બિમારી થાય છે.આ બિમારીના કારણે બાળકના હાડકા અતિશય નબળા પડી જાય છે ત્યાં સુધી કે હલન ચલન પણ નથી કરી શકતા.આ બિમારી વકરે તો એક તબક્કે તેમનાથી શ્વાસ પણ નથી લેવાતો.

આવી ભયાનક બિમારીને નાથવા માટે નોવાર્ટિસ નામની કંપની દ્વારા રામબાણ દવા તૈયાર કરવામાં આવી છે.અમેરિકાના ફૂડ એન્ડ ડ્ર્‌ગ વિભાગે આ દવાને મંજૂરી આપી છે. આ દવા 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઉપયોગમાં લેવાશે. દવાનો ઉપયોગ એક જ વાર કરવામાં આવશે અને તેના ઉપચાર માટે એક કલાક જેટલો સમય લાગશે.દવા તૈયાર કરનારી કંપની નોવારટીસનો દાવો છે કે જા દવા કામ નહીં કરે તો તે અમુક ટકાનું રિફ્ન્ડ પણ આપશે.

અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અન્ય  બાયોજેન અને સ્પાઇરાઝાસ મેકર નામની બે દવાને પણ મંજૂરી આપવામાં આવી છે.આ બંને દવાની કિંમત અનુક્રમે 7,50,000 ડાલર અને 3,50,000 ડાલર છે. આ બંને દવા દર ચાર મહિને આપવાની રહેશે.અમેરિકાની સામાજીક સંસ્થા ક્લીનીકલ એન્ડ ઇકોનોમિકલ રિવ્યૂ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે પ્રકારે દવા આવા અસાધ્ય રોગનો ઉપચાર કરશે તે પ્રમાણે તેની કિંમત યોગ્ય છે.જો કે તેમ છતાં આ દવાની કિંમત ઓછી રાખી શકાઈ હોત.

આ દવા બાળકના શરીરમાંથી નાશ થઈ રહેલા દુષિત જીન્સના બદલે સારા જીન્સ તૈયાર કરવાનું કામ કરશે અને શરીરમાં જોઈતું પૂરતું પ્રોટીન તૈયાર કરશે. આવું થવાના કારણે બાળકોનો યોગ્ય વિકાસ થશે.  ક્લીનીકલ ટ્રાયલમાં કંપનીને 6 મહિનાના બાળક પર પ્રયોગ કરવામાં સફળતા મળી હતી. અમેરિકામાં દર વર્ષે ઓછામાં ઓછા 400 બાળકો આ પ્રકારની સમસ્યા સાથે જન્મે છે, જેમના માટે અને વિશ્વમાં આ દવા રામબાણ ઇલાજ સાબિત થશે.