Recipe/ બાળકોથી માંડીને મોટેરાઓ સુધી સૌ કોઈને ભાવશે આ મેગી પિઝા

મેગીનું નામ આવતા જ દરેક ના મોં માં પાણી આવી જાય છે અને આજ સુધી તમે અત્યાર સુધી 2 મિનિટમાં બનનાર મસાલા મેગી ખાધી હશે પરંતુ શું તમે મેગી પિઝા ખાધા છે, જો ના તો આજે અમે આપને જણાવીશું મેગી પિઝાની રેસિપી, જે છે એકદમ અલગ છે, મેગી પિઝા છે મજેદાર અને ટેસ્ટી. જે ખાધા પછી દરેક કે વાહ….

Food Lifestyle
a 399 બાળકોથી માંડીને મોટેરાઓ સુધી સૌ કોઈને ભાવશે આ મેગી પિઝા

મેગીનું નામ આવતા જ દરેક ના મોં માં પાણી આવી જાય છે અને આજ સુધી તમે અત્યાર સુધી 2 મિનિટમાં બનનાર મસાલા મેગી ખાધી હશે પરંતુ શું તમે મેગી પિઝા ખાધા છે, જો ના તો આજે અમે આપને જણાવીશું મેગી પિઝાની રેસિપી, જે છે એકદમ અલગ છે, મેગી પિઝા છે મજેદાર અને ટેસ્ટી. જે ખાધા પછી દરેક કે વાહ….

સામગ્રી

2 પેકેટ માગી

2 ગ્લાસ પાણી

1/2 કપ પીઝા સોસ

ચીઝ

ઓરેગાનો

1/2 કપ કોર્નફ્લોર

2 ડુંગળી

ઓલીવ અને શિમલા

બનાવવાની રીત

સૌ પ્રથમ તો પેકેટ પર આપેલી વિધિ અનુસાર મેગી બનાવી લો. પછી તેમાં એક ચમચી કોર્નફ્લોરમાં એક ચમચી પાણી મિક્સ કરો અને તેને મેગીમાં મિક્સ કરી લો. ત્યારબાદ મેગીને એક પોલીથીનમાં નીકાળી ગોળ આકારમાં વણી લો અને તેને પોલીથીનમાં લપેટીને 10 મિનીટ માટે ફ્રીઝરમાં મૂકી દો. હવે ફ્રાઈપેનમાં તેલ મૂકો અને તેમાં ડુંગળી, ઓલીવ અને શિમલા મિર્ચને તેજ આંચ પર 5 મિનીટ ચડવા દો અને પછી તેને નીકાળી લો.

MAGGI PIZZA / MAGGI NOODLES VEG PIZZA RECIPE | bharatzkitchen

હવે આ ફ્રાઈપેનમાં એક ચમચી તેલ નાંખી મીડીયમ આંચ પર રાખો. જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારે ફ્રીઝરમાંથી મેગી નીકાળી લો અને તેની પોલીથીન હટાવીને આ પેનનમાં બંને તરફથી થોડું ફ્રાય કરી લો. એ વાતનું ધ્યાન રાખો કે મેગી તુટે નહી.

Exotic Maggi Pizza Recipe For Lip-Smacking Taste

હવે મેગી પર ચીઝ સ્લાઈઝ રાખો અને પછી તેની ઉપર કેચઅપ લગાવી ફેલાવી દો. હવે ડુંગળી, શિમલા મિર્ચ અને ઓલીવ એડ કરો.  ફ્રાયપેનનું ઢાંકણું ઢાંકી 2 મિનીટ સુધી ચડવવા દો અને ત્યારબાદ ગેસની આંચ બંધ કરી દો. તૈયાર છે તમારા ફેવરેટ મેગી પીઝા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…