Rose Day: વેલેન્ટાઈન ડે વીક શરૂ થઈ ગયું છે. આજે આ ખાસ સપ્તાહનો પહેલો દિવસ છે, જેને રોઝ ડે કહેવામાં આવે છે. આ દિવસે પ્રેમી યુગલો એકબીજાને ગુલાબ આપે છે. આ ખાસ દિવસે તમે તમારા પ્રેમીને કયું ગુલાબ આપો છો તેના પર દરેક વ્યક્તિ નજર રાખે છે. પરંતુ આ દુનિયામાં એક એવું ગુલાબ છે, જે તમે ઇચ્છો તો પણ તમારા પ્રેમીને આપી શકતા નથી, કારણ કે તેની કિંમત ઘણી વધારે છે. આ ફૂલની કિંમત એટલી છે કે અંબાણી અને અદાણી પણ પોતાની પત્નીને આ ફૂલ આપતા પહેલા સો વખત વિચારશે.
ગુલાબનું નામ જુલિયટ રોઝ
આ ગુલાબનું નામ જુલિયટ રોઝ (Rose Day) છે. તે દેખાવમાં ખૂબ જ સુંદર છે. તેનો રંગ સફેદ, ગુલાબી અને પીળાનું મિશ્રણ છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ગુલાબ જે રીતે ખીલે છે, તેના જેવું બીજું કોઈ ગુલાબ ખીલતું નથી. આ ફૂલ ખૂબ જ ભરેલું લાગે છે. સૌથી મોટી વાત એ છે કે આ ફૂલને ખીલતા એક , બે વર્ષ નહીં પરંત પુરા 15 વર્ષ લાગે છે. આ ગુલાબની સુગંધ એટલી મજબૂત છે કે તમે તેની નજીકથી પસાર થાવ તો પણ તમ સુગંધીત થઇ જશો.
ફૂલની કિંમત કરોડ રૂપિયા
ફાયનાન્સ ઓનલાઈનના અહેવાલ મુજબ, જુલિયટ રોઝની કિંમત લગભગ $15.8 મિલિયન છે. એટલે કે જો તેને આજે ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો તે 128 કરોડ રૂપિયાની આસપાસ આવી જશે. આ ગુલાબની કિંમત એટલી વધારે છે કારણ કે તેને ખીલવામાં ઓછામાં ઓછા 15 વર્ષ લાગે છે. આ ગુલાબને જરદાળુ-હ્યુડ હાઇબ્રિડ કહેવામાં આવે છે. 2006માં જ્યારે આ ફૂલ પહેલીવાર ખીલ્યું ત્યારે તેની કિંમત લગભગ 90 કરોડ રૂપિયા હતી.
ફુલની શોધી કોણે કરી
આ ગુલાબની શોધ ડેવિડ ઓસ્ટિન દ્વારા કરવામાં આવી હતી. તેણે અનેક પ્રકારના ગુલાબ ભેળવીને બનાવ્યું હતું. ડેવિડ ઓસ્ટિનની વેબસાઈટ અનુસાર, તેમના આ ખાસ ગુલાબની સુગંધ ચાની હળવી સુગંધ અને પરફ્યુમની સુગંધ જેવી છે. ડેવિડ ઓસ્ટિન કહે છે કે તેના ગુલાબની કિંમત એટલી વધારે છે કારણ કે તેને ઉગાડવામાં ઘણી મહેનત કરવી પડે છે અને બીજું કોઈ તેને ઉગાડતું નથી.