Not Set/ સ્ટ્રોબરી ક્રીમ રોલ, આજે જ કરો તમારા ઘરે ટ્રાય

સામગ્રી 2 મોટા ઇંડા 1/4 કપ કેસ્ટર શુગર 1/4 કપ મેંદો 1/2 ટીસ્પૂન વેનીલા એસેન્સ 2 ટેબલસ્પૂન પીસેલી સાકર (છાંટવા માટે) પીગળાવેલું માખણ(ચોપડવા માટે) મિક્સ કરીને પૂરણ તૈયાર કરવા માટે 1/4 કપ વ્હીપ્ડ ક્રીમ 1 ટેબલસ્પૂન સ્ટ્રોબરી જામ 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી સ્ટ્રોબરી બનાવવાની રીત એક 200 મી. મી. X 150 મી. મી. (10 x 6)ના એલ્યુમિનિયમના વાસણમાં માખણ ચોપડી લો. તેની પર તેના […]

Food Lifestyle
mahid સ્ટ્રોબરી ક્રીમ રોલ, આજે જ કરો તમારા ઘરે ટ્રાય

સામગ્રી

2 મોટા ઇંડા
1/4 કપ કેસ્ટર શુગર
1/4 કપ મેંદો
1/2 ટીસ્પૂન વેનીલા એસેન્સ
2 ટેબલસ્પૂન પીસેલી સાકર (છાંટવા માટે)
પીગળાવેલું માખણ(ચોપડવા માટે)

મિક્સ કરીને પૂરણ તૈયાર કરવા માટે
1/4 કપ વ્હીપ્ડ ક્રીમ
1 ટેબલસ્પૂન સ્ટ્રોબરી જામ
2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી સ્ટ્રોબરી

બનાવવાની રીત

એક 200 મી. મી. X 150 મી. મી. (10 x 6)ના એલ્યુમિનિયમના વાસણમાં માખણ ચોપડી લો. તેની પર તેના માપ જેટલું એક બટર પેપર મૂકી, ફરી બટર પેપર પર માખણ ચોપડીને બાજુ પર રાખો.

એક ઊંડા બાઉલમાં ઇંડાની સાથે કેસ્ટર શુગર મેળવી, સારી રીતે મિક્સ કરી ઇલેટ્રીક બીટર વડે મધ્યમ ગતિ પર 3 થી 4 મિનિટ સુધી કે હલ્કું અને ફૂલી જાય ત્યાં સુધી ફેરવી લો.

તે પછી તેમાં મેંદો અને વેનીલા એસેન્સ મેળવી સ્પેટુલા (spatula) વડે સારી રીતે મિક્સ કરી લો. આમ તૈયાર થયેલા મિશ્રણને માખણ ચોપડેલા વાસણમાં રેડી આગળથી ગરમ કરેલા ઑવનમાં 200° સે (400° ફે) તાપમાન પર 8 મિનિટ સુધી બેક કરી લીધા પછી તેને ઠંડું થવા બાજુ પર રાખો.

જ્યારે તે થોડું ઠંડું થાય, ત્યારે વાસણની કીનારીને ધારવાળા ચપ્પુ વડે છુટી કરી લો. હવે એક સાફ અને સમસ્થળ જગ્યા પર પીસેલી સાકર છાંટી, તેની પર કેકનું વાસણ ઊંધું કરી, હળવેથી બટર પેપરને ખેંચીને કેકને બહાર કાઢી લો.

હવે તેની પર તૈયાર કરેલું પૂરણ સરખી રીતે પાથરી, કેકને એક બાજુએથી હળવેથી રોલ કરતાં બીજી બાજુ સુધી રોલ કરીને 30 મિનિટ માટે રેફ્રીજરેટરમાં મૂકો. તે પછી ચપ્પુ વડે તેના 7 સરખા ભાગ પાડો. તરત જ પીરસો.