Not Set/ કાલથી આપના જીવનમાં થશે આ ફેરફારો, જાણો શું છે કારણ?

આજે નાણાકીય વર્ષ 2018-19 નો અંતિમ દિવસ એટલે કે 31 માર્ચ 2019. 31 માર્ચના દિવસે નાણાંકીય વર્ષ પૂર્ણ થવાનું હોવાથી તે દેશના પ્રત્યેક નાગરિકો માટે મહત્વપૂર્ણ દિવસ બની રહે છે. આજનો દિવસ નાણાકીય લેવડદેવડથી માંડીને પાનકાર્ડ, ચેનલ પેકેજ, શેરબજારમાં રોકાણ, આધારકાર્ડ લિન્ક, મ્યુચ્યુઅલ ફંડ સહિતના દરેક અગત્યના કામકાજને પૂરા કરવા માટે મહત્વપૂર્ણ છે. જણાવી દઇએ […]

India Trending Business
changes ahead કાલથી આપના જીવનમાં થશે આ ફેરફારો, જાણો શું છે કારણ?

આજે નાણાકીય વર્ષ 2018-19 નો અંતિમ દિવસ એટલે કે 31 માર્ચ 2019. 31 માર્ચના દિવસે નાણાંકીય વર્ષ પૂર્ણ થવાનું હોવાથી તે દેશના પ્રત્યેક નાગરિકો માટે મહત્વપૂર્ણ દિવસ બની રહે છે. આજનો દિવસ નાણાકીય લેવડદેવડથી માંડીને પાનકાર્ડ, ચેનલ પેકેજ, શેરબજારમાં રોકાણ, આધારકાર્ડ લિન્ક, મ્યુચ્યુઅલ ફંડ સહિતના દરેક અગત્યના કામકાજને પૂરા કરવા માટે મહત્વપૂર્ણ છે. જણાવી દઇએ કે કેટલાક કામોને આપ આજે જ પૂર્ણ કરો તે અતિ આવશ્યક બની રહે છે અન્યથા તમે સંકટમાં મુકાઇ શકો છો.

આજે જ પૂરા કરો આ કામ, બાકી આપ મુશ્કેલીમાં મુકાઇ શકો છો.

પાનકાર્ડ થઇ શકે છે રદ: આજે જ કરો લિંક

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે આજે અંતિમ દિવસ છે. જો આપે આજે પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક ના કર્યું તો આપનું પાનકાર્ડ રદ થઇ શકે છે. જો આપનું પાનકાર્ડ રદ થઇ જશે તો આપ આઇટી રિર્ટન પણ નહીં ભરી શકો.

અહીં આપેલી લિંક પરથી આપ આપનું પાનકાર્ડ ઓનલાઇન લિંક કરી શકો છો

ટીવી ચેનલ પેકની પસંદગી માટે છેલ્લો દિવસ: આજે જ પસંદ કરો

ટ્રાઇના નિયમ અંતર્ગત ટીવી ચેનલના પેકેજને પસંદ કરવાનો આજે છેલ્લો દિવસ છે. આમ ના કરવાથી 1 એપ્રિલથી ડીટીએચ અને અન્ય ચેનલ સેવાઓ પ્રભાવિત થશે જેને કારણે આપે વધારે પૈસા ચૂકવવાની પણ તૈયારી રાખવી પડશે.

લોન થઇ શકે છે સસ્તી:

આપના માટે એક સારા સમાચાર છે, જી હા, એપ્રિલથી બેંકની લોન સસ્તી થઇ શકે છે. કારણ કે બેંક હવે એમસીએલઆરને બદલે રેપો રેટને આધારે ગ્રાહકોને લોન સેવા ઉપલબ્ધ કરાવશે. આરબીઆઇ રેપોરેટમાં ઘટાડો કરશે તેથી જાહેર અને ખાનગી ક્ષેત્રોની બેંક પણ ગ્રાહકો માટે તેના વ્યાજદરોમાં ઘટાડો કરશે. અત્યારે બેંક પોતે વ્યાજદરમાં વધારો-ઘટાડો નક્કી કરે છે.

નવી નંબર પ્લેટ:

શોરૂમમાં વેચાતી કાર પર હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ ફિટ કરાવવી એપ્રિલથી અનિવાર્ય બનશે. તેની સાથોસાથ જ કારની વિંડ સ્ક્રીન પર તેના ઇંધણના પ્રકારની નોંધણી કરાવવી આવશ્યક બનશે.સુપ્રીમ કોર્ટે ખાસ કરીને આ નિયમ દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા તેમજ રાજસ્થાનમાં ઓક્ટોબર માસ સુધી લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે.

એબીએસ વગરના દ્વિચક્રી વાહનો પર પ્રતિબંધ:

125 સીસીથી વધુ પાવર ધરાવતી મોટર સાઇકલમાં ઓટોમોબાઇલ કંપનીઓએ એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ આપવી અનિવાર્ય બનશે. તેનાથી અકસ્માતને ટાળી શકાશે. માર્ગ પરિવહન મંત્રાલયે માર્ચ 2016 માં આ માટે નિર્દેશ આપ્યો હતો જેને અંતર્ગત એપ્રિલ 2019 થી એબીએસ વગરના દ્વિચક્રી વાહનોના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવશે.

બેંકોનું વિલિનીકરણ:

દેના બેંક અને વિજયા બેંકનું 1 એપ્રિલથી બેંક ઓફ બરોડામાં સત્તાવાર રીતે વિલિનીકરણ થશે. આ બેંકના ગ્રાહકો હવે બીઓબીના ગ્રાહક કહેવાશે અને બીએઓ લાખો ગ્રાહકોને નવી ચેકબૂક તેમજ કાર્ડ આપવાની પ્રક્રિયા શરૂ કરશે. જો આપનું ખાતું આ બેંકમાં હોય તો બેંક તરફથી આપને મોકલવામાં આવતા સંદેશાઓ પર ધ્યાન આપો.

પીએફ એકાઉન્ટ આપોઆપ ટ્રાન્સફર થશે:

જો આપ એક એપ્રિલ પછી નવી નોકરીમાં જોડાવ છો તો જૂના પીએફ ખાતામાં રહેલા પૈસા નવા પીએફ ખાતામાં ટ્રાન્સફર કરવાની ઝંઝટમાંથી આપને મુક્તિ મળશે. ઇપીએફઓના નવા નિયમો અનુસાર આપનું નવું એકાઉન્ટ આપોઆપ જૂના એકાઉન્ટ સાથે જોડાઇ જશે. તેના માટે કર્મચારીઓના 12 આંકડાના યુનિવર્સલ એકાઉન્ટ નંબરની મદદ લેવામાં આવશે.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સસ્તુ થશે:

સેબીએ મ્યુચ્યુઅલ ફંડની ટોટલ એક્સપેન્સ રેશિયોની વસૂલાત ઘટાડવાનો નિર્દેશ આપ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ આ પૈસા તેના ગ્રાહકો પાસેથી તેની સ્કીમ તેમજ ખાતાના સંચાલન માટે વસૂલે છે.

ફિઝિકલ શેરની ટ્રાન્સફર બંધ થશે:

આપ હવે 1 એપ્રિલથી ફિઝિકલ ફોર્મમાં રહેલા શેર્સનું વેચાણ નહીં કરી શકો. તે ઉપરાંત તેની ટ્રાન્સફર પણ નહીં થઇ શકે. સેબીએ આ શેર્સને ડીમેટ ફોર્મમાં બદલવાનો નિર્દેશ આપ્યો છે. ત્યારબાદ જ તેનું વેચાણ કે ટ્રાન્સફર શક્ય બનશે.

વીજળીના પ્રીપેડ મીટર મળશે:

દેશભરના વિજગ્રાહકોને વિજળીના પ્રીપેડ મીટર લેવાનો વિકલ્પ મળશે. તેનાથી ગ્રાહકો વિજવપરાશ પ્રમાણે અગાઉથી તેની ચુકવણી કરી શકશે.  આ મીટરને ઓનલાઇન પણ રીચાર્જ કરી શકાશે.