Not Set/ રીસર્ચ કહે છે કે સગર્ભા મહિલાઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે

વોશિંગ્ટન, મહિલાઓમાં સગર્ભાવસ્થાના ગાળા દરમિયાન બાળકને જન્મ આપતી વેળા અથવા તો પ્રસવના બે મહિનાના ગાળા બાદ મહિલાઓમાં હાર્ટ અટેકના બનાવો વધારે બની રહ્યા છે. હાલમાં જ અમેરિકામાં કરવામાં આવેલા એક અભ્યાસમાં આ બાબત સપાટી પર આવ્યા બાદ આને લઇને વધારે અભ્યાસની કામગીરી હાથ ધરવાં આવી છે. આના કારણો જાણવા માટે નિષ્ણાંતો અને તબીબો લાગી ગયા […]

Health & Fitness World Lifestyle
aap રીસર્ચ કહે છે કે સગર્ભા મહિલાઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે

વોશિંગ્ટન,

મહિલાઓમાં સગર્ભાવસ્થાના ગાળા દરમિયાન બાળકને જન્મ આપતી વેળા અથવા તો પ્રસવના બે મહિનાના ગાળા બાદ મહિલાઓમાં હાર્ટ અટેકના બનાવો વધારે બની રહ્યા છે. હાલમાં જ અમેરિકામાં કરવામાં આવેલા એક અભ્યાસમાં આ બાબત સપાટી પર આવ્યા બાદ આને લઇને વધારે અભ્યાસની કામગીરી હાથ ધરવાં આવી છે. આના કારણો જાણવા માટે નિષ્ણાંતો અને તબીબો લાગી ગયા છે.

જર્નલ માયો ક્લનિક પ્રોસિડિંગમાં પ્રકાશિત કરવામાં આવેલા નિષ્કર્ષ દર્શાવે છે કે કેટલીક મહિલાઓમાં વધારે વયમાં બાળકોને જન્મ આપવાની વૃતિ વધી રહી છે. આધુનિક સમયમાં મહિલાઓ મોટી ઉંમરે સંતાનને જન્મ આપવાને વધુ મહત્વ આપી રહી છે.

જોકે મોટી ઉમરની પ્રસુતા મહિલાઓમાં પણ હાર્ટએટેકનું પ્રમાણ વધે છે.નિષ્ણાંતો કહે છે કે એક દશક સુધી સૌથી આ અંગે રીસર્ચ કર્યા બાદ અમે એવા તારણ પર પહોંચી રહ્યા છીએ કે પ્રેગન્સી માતાઓના શરીર અને તેમના હાર્ટ પર ટેન્શન તરીકે રહે છે.અમુક મહિલાઓને તેમની વયના કારણે તો કેટલીક મહિલાઓને તેમની ચિંતાને કારણે હાર્ટ એટેકનું જોખમ વધે છે.બે પ્રેગનન્સી વચ્ચેનો ગાળો પણ એટેકનું જોખમ વધારે છે.

શોધ કરનાર લોકો એવા તારણ પર પહોંચ્યા છે કે મહિલાઓમાં સ્થુળતા અથવા તો ડાયાબિટીસથી ગ્રસ્ત થવાની સંખ્યા વધી છે. જે હાર્ટના રોગના મુખ્ય કારણો પૈકી એક કારણ છે.

અભ્યાસ કરનાર વૈજ્ઞાનિકો અને તબીબોએ તારણ પર પહોંચતા પહેલા હોસ્પિટલમાં નોંધાયેલા ચાર કરોડ 98 લાખ 29 હજાર 753 ડિલિવરીનો અભ્યાસ કર્યો હતો.નિષ્ણાંતો કહે છે કે પ્રસવ પીડા દરમિયાન દર એક હજાર મહિલાઓમાંથી 61 મહિલાઓને હાર્ટ અટેકના કિસ્સા સપાટી પર આવ્યા છે.

તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં એવું પણ જાણાવવામાં આવ્યું છે કે સગર્ભા મહિલાઓમાં સ્ટ્રોકનો ખતરો દિનપ્રતિદિન વધી રહ્યો છે. તાજેતરમાં મહિલાઓને સ્ટ્રોકની અસર સગર્ભા અવસ્થા દરમિયાન થઈ છે. બાળકને જન્મ આપ્યા બાદ અથવા તો બાળકના જન્મ પહેલાં મહિલાઓમાં સ્ટ્રોકનો ખતરો વધી ગયો છે.

અગાઉ એવી માન્યતા હતી કે મહિલાઓને સગર્ભા અવસ્થા દરમિયાન ભાગ્ય જ સ્ટ્રોકનો હુમલો થાય છે. પરંતુ સંશોધકોએ શોધી કાઢ્યું છે કે છેલ્લા બાર વર્ષના ગાળામાં સ્ટ્રોકના હુમલાઓ સગર્ભા અવસ્થા દરમિયાન વધી ગયા છે. અમેરિકામાં કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે 4085 જેટલી સગર્ભા સાથે સંબંધિત સ્ટ્રોકથી ગ્રસ્ત મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.