Britain/ મહારાણી એલિઝાબેથને સૌથી પહેલા મુકાશે ફાયઝરની રસી

બ્રિટનની મહારાણી એલિઝાબેથને  ફાઇઝર અને બાયોનોટેક તરફથી કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે. મળતી માહિતી મુજબ, 94 વર્ષની મહારાણી એલિઝાબેથને થોડા અઠવાડિયામાં આ રસીનો ડોઝ આપવામાં આવશે.

Top Stories World
child 1 મહારાણી એલિઝાબેથને સૌથી પહેલા મુકાશે ફાયઝરની રસી

બ્રિટનની મહારાણી એલિઝાબેથને ફાઇઝર અને બાયોનોટેક તરફથી કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે. મળતી માહિતી મુજબ, 94 વર્ષની મહારાણી એલિઝાબેથને થોડા અઠવાડિયામાં આ રસીનો ડોઝ આપવામાં આવશે. નોંધનીય છે કે, બ્રિટન વિશ્વનું  પ્રથમ દેશ બન્યું છે, જેને કટોકટી ઉપયોગ માટે કોરોના વાયરસ રસીનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. યુકેના આરોગ્ય પ્રધાન મેટ હેનકોકે કહ્યું, ‘આગામી અઠવાડિયાથી અમે કોવિડ -19 રસીકરણ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ.

દેશમાં કોવિડ -19 રસીકરણ કાર્યક્રમ માટેની તૈયારીઓ જોર-જોરથી ચાલી રહી છે. આ અંતર્ગત પાડોશી દેશ બેલ્જિયમથી લાવવામાં આવેલી ફાઇઝર / બાયોનોટેક  કોવિડ -19 રસીઓને ‘નિયત સ્થળો’ પર પહોંચાડવામાં આવી છે. યુકેની રાષ્ટ્રીય આરોગ્ય સેવા (એનએચએસ) ની ટોચની 50 હોસ્પિટલો રસીકરણ કાર્યક્રમની તૈયારી કરી રહી છે. મંગળવારે કાર્યક્રમના પ્રથમ તબક્કાના ભાગ રૂપે જેમને રસી આપવામાં આવશે તેમાં ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓ, 80 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ઘરેલું કામદારો શામેલ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…