અમદાવાદઃ અમદાવાદમાં દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાના લીધે આગ લાગવાની ઘટનાઓ દર વર્ષે બનતી જ હોય છે. આ વર્ષ પણ તેમાથી બાકાત નથી. આ વખતે આગ લાગવાના બનાવોએ ત્રેવડી સદી ફટકારી છે.
અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસમાં ફટાકડા સહિતના કારણોના લીધે આગ લાગવાના બનાવોએ ત્રેવડી સદી ફટકારી છે. પાંચ દિવસમાં ફટાકડા સહિત આગ લાગવાના કુલ 307 બનાવ બન્યા છે. અમદાવાદના અગ્નિશામક દળને દિવાળીના દિવસે આખા દિવસમાં સૌથી વધારે 136 કોલ મળ્યા હતા, જ્યારે રાત્રે દસ કોલ મળ્યા હતા. આ સિવાય સવારે છ વાગ્યા સુધીમાં કુલ 88 કોલ મળ્યા હતા.
શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિસિપલ અને ખાનગી ખુલ્લા પ્લોટમાં પડેલા ગાર્ડન વેસ્ટ અને અન્ય કચરાના લીધે આગ લાગવાના સૌથી વધુ કોલ બન્યા હતા. વાહનો તેમજ ઘરના મકાનની ગેલેરીમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા છે. આગ લાગવાના આટલા બધા બનાવોની વચ્ચે રાહતની વાત છે કે કોઈપણ જાનહાનિ નોંધાઈ નથી. દિવાળીના દિવસોમાં આ જ એક સારી વાત કહી શકાય.
આ પણ વાંચોઃ Fire/ બિહાર જતી વૈશાલી એક્સપ્રેસમાં આગ લાગી, 19 ઇજાગ્રસ્ત
આ પણ વાંચોઃ India Canada Issue/ ‘કેનેડાએ હજુ સુધી ભારતને પુરાવા આપ્યા નથી’, વિદેશ મંત્રી એસ જયશંકરે લંડનમાં ટ્રુડોને ફટકાર લગાવી
આ પણ વાંચોઃ Israel Hamas War/ યુએનએ ગાઝા પટ્ટીમાં લડાઈ બંધ કરવાની હાકલ કરી, યુદ્ધ પછી પ્રથમ વખત મૌન તોડ્યું