Not Set/ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં શાળાના પ્રવેશદ્વાર પર ભરાયા પાણી, તંત્ર થયું દોડતું

ગાંધીનગર, ગાંધીનગરની સરદાર વલ્લભભાઈ શાળામાં યોજાયેલ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પણ વરસાદ નડ્યો હતો. મળતી માહિતી મુજબ વરસાદને લીધે શાળાના પ્રવેશદ્વારે પાણી ભરાતા તંત્ર દોડતુ થઇ ગયું હતુ. સીએમના કાર્યક્રમ નિમિત્તે તંત્ર દ્વારા તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવ્યું હતુ. તંત્રની ઘોર બેદરકારીને છુપાવવા માટે તાત્કાલિક 2 જેસીબી અને મજૂરો દ્વારા પાણી નિકાલની કામગીરી કરવામાં આવી હતી અને […]

Gujarat Trending

ગાંધીનગર,

ગાંધીનગરની સરદાર વલ્લભભાઈ શાળામાં યોજાયેલ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પણ વરસાદ નડ્યો હતો.

મળતી માહિતી મુજબ વરસાદને લીધે શાળાના પ્રવેશદ્વારે પાણી ભરાતા તંત્ર દોડતુ થઇ ગયું હતુ.

સીએમના કાર્યક્રમ નિમિત્તે તંત્ર દ્વારા તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવ્યું હતુ. તંત્રની ઘોર બેદરકારીને છુપાવવા માટે તાત્કાલિક 2 જેસીબી અને મજૂરો દ્વારા પાણી નિકાલની કામગીરી કરવામાં આવી હતી અને મુખ્યમંત્રીના આગમન પહેલા પાણીનું લેવલ ઓછું થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.