ધરપકડ/ પોર્ન સ્ટાર કેસ મામલે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ

ટ્રમ્પે એડલ્ટ સ્ટારને મોં બંધ રાખવા અને તેની સાથે અફેર હોવાની વાતને સાર્વજનિક ન કરવા માટે $1.30 લાખ ચૂકવ્યા હતા

Top Stories World
12 3 પોર્ન સ્ટાર કેસ મામલે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ન્યૂયોર્ક પોલીસે પોર્ન સ્ટારને ગુપ્ત પેમેન્ટ કરવાના મામલે ધરપકડ કરી છે. કોર્ટમાં પહોંચતાની સાથે જ પોલીસે તેમની હાજરી પહેલા જ ધરપકડ કરી લીધી. 30 માર્ચે ટ્રમ્પ સામે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ગુપ્ત રીતે પૈસા આપવા બદલ આરોપો ઘડવામાં આવ્યા હતા. ક્રિમિનલ કેસમાં ટ્રાયલનો સામનો કરનાર ટ્રમ્પ અમેરિકાના પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ છે. ટ્રમ્પની કોર્ટમાં હાજરીને લઈને ન્યૂયોર્કમાં તેમના સમર્થકોનો મેળાવડો જોઈ શકાય છે. ટ્રમ્પ ટાવરથી મેનહટન કોર્ટ સુધી 35,000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. કોર્ટમાં તેઓને જણાવવામાં આવશે કે તેમની સામે કયા આરોપો ઘડવામાં આવ્યા છે.

ભૂતપૂર્વ યુએસ પ્રમુખ આ કેસમાં ફોજદારી આરોપોનો સામનો કરી રહ્યા છે અને આજે મેનહટન કોર્ટમાં હાજર થવાના છે. આખરે, કોણ છે સ્ટોર્મી ડેનિયલ્સ જેણે ટ્રમ્પને કાયદાની ચુંગાલમાં ફસાવ્યા અને શા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ તેમને પૈસા આપીને ફસાયા, ચાલો જાણીએ.સ્ટોર્મી ડેનિયલ્સ એક અમેરિકન પોર્ન સ્ટાર છે જે એડલ્ટ ફિલ્મોમાં કામ કરે છે. સ્ટોર્મી ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે ડોનાલ્ડ ટ્રમ્પ પર તેની સાથે સેક્સ કરવાનો આરોપ લગાવ્યો. પોર્ન સ્ટારે પોતાના પુસ્તક ‘ફુલ ડિસ્ક્લોઝર’માં આ વાતનો ખુલાસો કર્યો છે. સ્ટોર્મીએ ચાર લગ્ન કર્યા છે અને તેને એક પુત્રી પણ છે. પોર્ન અભિનેત્રીએ હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કરવા માટે સ્ટ્રીપ ક્લબમાં પણ કામ કર્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પ જે કેસમાં સંડોવાયેલા છે તે વર્ષ 2016માં રાષ્ટ્રપતિ બન્યા તે પહેલાનો છે. આરોપ છે કે ટ્રમ્પે એડલ્ટ સ્ટારને મોં બંધ રાખવા અને તેની સાથે અફેર હોવાની વાતને સાર્વજનિક ન કરવા માટે $1.30 લાખ ચૂકવ્યા હતા. એડલ્ટ સ્ટાર સ્ટોર્મીએ આરોપ લગાવ્યો છે કે નેવાડામાં સેલિબ્રિટી ગોલ્ફ ટુર્નામેન્ટ દરમિયાન ટ્રમ્પે તેણીને હોટલના રૂમમાં આમંત્રિત કર્યા હતા અને તેણીને ટીવી સ્ટાર બનાવવાનું વચન આપ્યું હતું.