Not Set/ મેંગલોરમાં પૂર સાથે ચોમાસાની એન્ટ્રી, સર્જાઈ હોનારત જેવી સ્થિતિ

કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઇ ગઈ છે, મૌસમનો મિજાજ બદલાઈ ચુક્યો છે. મંગળવારે સાંજે કર્ણાટકના મેંગલોરમાં વરસાદથી પૂર આવવા જેવી સ્થિતિ થઇ ગઈ હતી. ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું, લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયું હતું. મેંગલોરમાં સવારે ૯ વાગે વરસાદ પડવાનું શરુ થયું હતું, અને થોડીજ વારમાં કોડીયલગુથું, કોતરા, ચૌકી, વીવીએસ, કદરી, કંબાલા,  […]

Top Stories India Trending
mangaluru મેંગલોરમાં પૂર સાથે ચોમાસાની એન્ટ્રી, સર્જાઈ હોનારત જેવી સ્થિતિ

કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઇ ગઈ છે, મૌસમનો મિજાજ બદલાઈ ચુક્યો છે. મંગળવારે સાંજે કર્ણાટકના મેંગલોરમાં વરસાદથી પૂર આવવા જેવી સ્થિતિ થઇ ગઈ હતી. ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું, લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયું હતું.

મેંગલોરમાં સવારે ૯ વાગે વરસાદ પડવાનું શરુ થયું હતું, અને થોડીજ વારમાં કોડીયલગુથું, કોતરા, ચૌકી, વીવીએસ, કદરી, કંબાલા,  અદયાર, યેક્કુરું સમેત ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું, ઘણાં વિસ્તારોમાં તો ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું હતું.

karnataka મેંગલોરમાં પૂર સાથે ચોમાસાની એન્ટ્રી, સર્જાઈ હોનારત જેવી સ્થિતિ

રાજ્યમાં સ્કૂલો, કોલેજો અને દુકાનોને બંધ કરાવી દેવામાં આવી છે. ભારે હવા ચાલવાના કારણે ઘણા વૃક્ષો અને વીજળીના થાંભલા ઉખડી ગયા હતા. કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ મેન્ગ્લોરના કલેકટર પાસેથી સ્થિતિ વિશે જાણકારી લીધી હતી અને તરત જ રાહત કાર્ય માટેના આદેશ આપ્યા હતા.

karnataka rain મેંગલોરમાં પૂર સાથે ચોમાસાની એન્ટ્રી, સર્જાઈ હોનારત જેવી સ્થિતિ

ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ મેંગલોરમાં વરસાદની તારાજી વિશે માહિતી મેળવી હતી અને એનડીઆરએફની ટીમ મોકલવાની વાત કરી હતી.

29EXPMANG1H મેંગલોરમાં પૂર સાથે ચોમાસાની એન્ટ્રી, સર્જાઈ હોનારત જેવી સ્થિતિ

મૌસમ વૈજ્ઞાનિકોનું કહેવાનું છે કે આ પ્રી-મોનસુન છે, પરંતુ આવી આશા નહતી કે આટલો બધો વરસાદ પડશે. સ્થાનિક લોકોનું પણ કહેવાનું છે કે પાછલા ૨૫ વર્ષમાં પ્રી-મોનસુનમાં પણ આટલો વરસાદ જોવા મળ્યો નથી.

જણાવી દઈએ કે સામાન્ય સંજોગોમાં ચોમાસું ૧ જુન સુધીમાં કેરળ પહોચે છે, પરંતુ આ વખતે ૩ દિવસ પહેલાજ કેરળમાં ચોમાસાનું આગમન થયું છે.

mangaluru મેંગલોરમાં પૂર સાથે ચોમાસાની એન્ટ્રી, સર્જાઈ હોનારત જેવી સ્થિતિ

અનુમાન તો એવું પણ છે કે ઉતર ભારતમાં સમય  પહેલાજ વરસાદ પડી શકે છે, અને લોકોને ભયંકર ગરમીથી રાહત મળશે. હાલ મેંગલોરમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને પુરા શહેરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.