ભગવાન મોસાળમાં/ ભગવાન જગન્નાથ મોસાળમાં પહોંચ્યાઃ મોસાળમાં ભાવભીનું સ્વાગત અને જમણવાર શરૂ

અષાઢી બીજ એટલે રથયાત્રાનો પાવન પર્વ છે. આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ભગવાન જગન્નાથ તેમના મોસાળ સરસપુર પહોંચી ગયા છે અને ત્યાં જમણવાર પણ શરૂ કરાવી દેવાયો છે. તેના પછી ભગવાન ત્યાં વિરામ કરશે.

Top Stories Ahmedabad Gujarat
Saraspur puja ભગવાન જગન્નાથ મોસાળમાં પહોંચ્યાઃ મોસાળમાં ભાવભીનું સ્વાગત અને જમણવાર શરૂ

અષાઢી બીજ એટલે રથયાત્રાનો પાવન પર્વ છે. આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં Bhagwan Jagnnath મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ભગવાન જગન્નાથ તેમના મોસાળ સરસપુર પહોંચી ગયા છે અને ત્યાં જમણવાર પણ શરૂ કરાવી દેવાયો છે. તેના પછી ભગવાન ત્યાં વિરામ કરશે.

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઇ બલરામ નગરચર્યા Bhagwan Jagnnath દરમિયાન ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવતાં પીએમ મોદીએ અમદાવાદમાં નીકળતી રથયાત્રા સાથે જોડાયેલા સંસ્મરણો પણ વાગોળ્યાં હતા. તેમણે દેશવાસીઓની સુખ-સમૃદ્ધિ માટે ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરી.

હાલ સરસપુરની તમામ પોળોમાં લોકો મોટા પ્રમાણમાં Bhagwan Jagnnath લોકો શાંતિથી જમવાનો સ્વાદ માણી રહ્યા છે. ત્યારે આપને જણાવીએ કે, રથયાત્રાના આગળમાં દિવસે પુરી, ફૂલવડી, લાડુ તૈયાર કરવામાં આવે છે. જ્યારે રથયાત્રાના દિવસે વહેલી સવારે શાક, દાળ અને ભાત તૈયાર કરવામાં આવે છે.

અમદાવાદ ઉપરાંત દાહોદ, વડોદરા, ભાવનગર અને રાજકોટમાં પણ રથયાત્રાનું આયોજન કરાયુ છે. અહીં પણ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે. ભવ્ય રથયાત્રાને લઇ રાજ્યભરમાં ભક્તિમય માહોલ છવાયો છે.

CM Dashboard ભગવાન જગન્નાથ મોસાળમાં પહોંચ્યાઃ મોસાળમાં ભાવભીનું સ્વાગત અને જમણવાર શરૂ

ભગવાનના રથ નિજ મંદિરથી નીકળીને આજે જ્યારે મોસાળ સરસપુર ખાતે પહોંચ્યો છે ત્યારે સરસપુરમાં રથયાત્રામાં આવતા તમામ લોકોને પ્રસાદ સ્વરૂપે સરસપુરમાં અલગ અલગ પોળમાં જમાડવામાં આવી રહ્યા છે.. 10-15 નહીં પરંતુ 100 વર્ષથી Bhagwan Jagnnath સરસપુરની 15થી વધુ પોળમાં ભક્તો અને સાધુ-સંતોને ભાવભેર જમાડવામાં આવે છે. આ તમામ પોળમાં 20-25 હજાર નહીં પણ સવા લાખ ભાવિકોને આગ્રહ કરીને જમાડવામાં આવે છે.

રથયાત્રાના દિવસે વરસાદ થવો શુભ માનવામાં આવે છે. ત્યારે હાલ શહેરમાં જ્યારે ભગવાન નગરચર્યા પર નીકળ્યા છે ત્યારે તેમને વધાવવા માટે શહેરના અનેક વિસ્તારોમાં અમીછાટંણા પણ થયા છે.

રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, Bhagwan Jagnnath ત્રણ બેન્ડબાજા, સાધુ-સંતો અને ભક્તો સાથે 1200 જેટલા ખલાસીઓ જોડાયા છે. રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વહેંચવામાં આવનારો છે. રથયાત્રામાં દર્શન માટે આવનાર લોકોને 2 લાખ ઉપરણા પ્રસાદમાં અપાશે.

રથયાત્રા શરૂ થયા પહેલા હાલ ગજરાજ રાયપુર ખાડિયા પહોંચી ગયા છે. અમદાવાદની રથયાત્રામાં આગેવાન તરીકે ગજરાજ જાય છે. આ વખતે રથયાત્રામાં 18 ગજરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે રથયાત્રા પહેલા તમામ ગજરાજોને સુંદર રીતે શૃગાર કરીને તૈયાર કરી દેવામાં આવ્યા છે.

 

આ પણ વાંચોઃ PM-Modi-Bese Wishes/ વડાપ્રધાને રથયાત્રાની સાથે કચ્છીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

આ પણ વાંચોઃ રથયાત્રા/ આંખ પર પટ્ટી બાંધીને પૂજારીઓ બદલે છે ભગવાન જગન્નાથની મૂર્તિ,રહસ્યમય છે આ પરંપરા 

આ પણ વાંચોઃ PahindVidhi/ પહિંદવિધિ અંગે જાણો, આનંદીબેન પહિંદવિધિ કરનારા એકમાત્ર મહિલા મુખ્યમંત્રી

આ પણ વાંચોઃ Jagannath Rathyatra/ જાણો શા માટે ભગવાન જગન્નાથની મૂર્તિ રહી અધૂરી, આજે પણ મૂર્તિમાં ધડકે છે શ્રી કૃષ્ણનું હૃદય

આ પણ વાંચોઃ Jagannath Rathyatra/ ઓડિશાના પુરી સહિત દેશભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની ઉજવણી, PM મોદીએ પાઠવ્યા અભિનંદન