અમદાવાદમાં રાજ્યની સૌથી મોટી અને 146મી રથયાત્રા Pahindvidhi નીકળી ચૂકી છે. આ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી હતી. તેમણે બીજી વખત પહિંદવિધિ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણેય રથને નગરચર્યાએ રવાના કરતા પહેલા પહિંદ વિધિ કરી. પહિંદ વિધિ સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા. હવે આ પહિંદવિધિ શું છે અને તે કોણ તથા શા માટે કરાવે છે તે જાણો. ઉલ્લેખનીય છે કે આનંદીબેન એકમાત્ર મહિલા મુખ્યમંત્રી છે જેમણે પહિંદવિધિ કરી છે.
શું છે આ પહિંદ વિધિ અને ક્યારથી થઈ તેની શરૂઆત?
અમદાવાદથી જે રથયાત્રા નીકળે છે. તેમાં છેલ્લા 30 વર્ષથી Pahindvidhi રથયાત્રાના પ્રારંભ પૂર્વે પહિંદ વિધિ કરવામાં આવે છે. આ વિધિમાં રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે, અને પાણી છાંટે છે. આ વિધિને પહિંદ વિધિ કહેવાય છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. ગુજરાત રાજ્યમાં પહિંદ વિધિની શરૂઆત 1990થી શરૂ કરવામાં આવી હતી.
રાજ્યના મુખ્યમંત્રી જ કેમ કરાવે પહિંદ વિધિ?
રથયાત્રા પહેલાં મંગળા આરતી થાય છે અને ત્યારબાદ Pahindvidhi રાજ્યના મુખ્યમંત્રીના હસ્ત પહિંદ વિધિ કરાવવામાં આવે છે. આ વિધિ ઓરિસ્સાના જગન્નાથ પુરીમાં થતી ‘છેરા પહેરા’ વિધિ પરથી કરવામાં આવે છે. એવી માન્યતા છે કે રાજ્યના રાજા એ જગન્નાથજીના પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા પહેલાં રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે છે પછી જ ભગવાન રથમાં બિરાજે છે. આ વિધિને શહેરમાં પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે.
પહિંદ વિધિ કેવી રીતે કરાય છે?
સવારની મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથ, ભાઈ Pahindvidhi બલભદ્ર અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવે છે, ત્યાર પછી સવારે રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરી અને પાણી છાંટે છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે.
કોણે કેટલી વખત કરાવી છે પહિંદ વિધિ
રાજ્યના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, છબીલદાસ Pahindvidhi મહેતા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્રભાઈ મોદી અને આનંદીબહેન પટેલને રથયાત્રાની પહિંદ વિધિ કરવાનો મોકો પ્રાપ્ત થયો છે. હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેદ્ર મોદીએ રથયાત્રામાં સૌથી વધુ 12 વખત પહિંદ વિધિ કરી છે. કેશુભાઈ પટેલે પણ પ વખત પહિંદ વિધિ કરી છે. આનંદીબહેન પટેલ પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે જેમણે પહિંદ વિધિ કરી.
આ પણ વાંચોઃ Jagannath Rathyatra/ ઓડિશાના પુરી સહિત દેશભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની ઉજવણી, PM મોદીએ પાઠવ્યા અભિનંદન
આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથની 146મી ભવ્ય રથયાત્રા/ Rathyatra Live: રાયખડ પહોચ્યો ભગવાનનો રથ, દર્શન માટે ભક્તોનું ઘોડાપુર
આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથની 146મી ભવ્ય રથયાત્રા/ અમદાવાદમાં કયા રસ્તાથી નીકળશે રથયાત્રા, જુઓ રૂટ
આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથની 146મી ભવ્ય રથયાત્રા/ જગન્નાથ રથયાત્રા શા માટે કાઢવામાં આવે છે? શા માટે ભગવાન માસીના ઘરે જાય છે…
આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથની 146મી ભવ્ય રથયાત્રા/ જો તમે જગન્નાથ રથયાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો તમારે આ વાનગીઓનો સ્વાદ જરૂર માણવો
