ભગવાન જગન્નાથની 146મી ભવ્ય રથયાત્રા/ ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું, CM ડેશ બોર્ડથી નજર રાખી રહ્યા છે

આજની રથયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી મંગળા આરતીમાં હાજર રહેશે અને આ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પહિંદવિધિ કરાશે. આ સાથે જ રથયાત્રાની શોભા વધારવા રથયાત્રામાં 18

Top Stories Ahmedabad Gujarat
રથયાત્રા

આજે જગતના નાથ ભગવાન જગન્નાથની 146મી ભવ્ય રથયાત્રા નીકળવા જઈ રહી છે. રથયાત્રામાં શામળિયો સરકાર બસ અમુક કલાકોમાં જ નીકળશે. ભગવાન ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નિકળે છે.દર વર્ષની જેમ આ વખતે પણ રથયાત્રાને લઇને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તો ભગવાનના દર્શન માટે અધીરા બન્યા છે.

Live Update 

 ઢોલ-નગારાંના તાલે સરસપુરમાં ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું

ત્રણેય રથ સરસપુરમાં પહોચ્યા બાદ ઢોલ-નગારાંના તાલે ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું છે.ભગવાન જગન્નાથનું મામેરુ ભરવા સરસપુરવાસીઓમાં ભારે ઉત્સાહ છવાયો છે. આભૂષણ, વસ્ત્ર સહિત અનેક વસ્તુઓ જગન્નાથને અર્પણ કરવામાં આવ્યા છે.

123 ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું, CM ડેશ બોર્ડથી નજર રાખી રહ્યા છે

Jagannath Rath Yatra begins amid tight security in Ahmedabad, Puri; PM Modi extends greetings | India News,The Indian Express

ત્રણેય રથ મોસાળ સરસપુર પહોંચ્યા

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ચાલી રહી છે અને ત્રણેય રથ હાલમાં મોસાળ સરસપુર પહોંચ્યા છે.

Ahmedabad Rathyatra 2023 Live - હાથી ઘોડા પાલખી, જય જગતના નાથની... પ્રભુને જોઈને ભાવુક થયા ભક્તો થ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન - Ahmedabad 146th Rath Yatra | Webdunia Gujarati

પહેલો રથ કાલુપુર સ્ટેશન પહોંચ્યો

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ચાલી રહી છે અને પહેલો રથ કાલુપુર સ્ટેશન પહોંચ્યો છે.

અમદાવાદ રથયાત્રા : જગન્નાથની રથયાત્રાની શરૂઆત અમદાવાદમાં કેવી રીતે થઈ, શું છે તેનો ઇતિહાસ? - BBC News ગુજરાતી

હાલ સરસપુરની તમામ પોળોમાં પ્લોરસાદ મળી રહ્કોયો છે, મોટા પ્રમાણમાં લોકો શાંતિથી તેનો સ્વાદ માણી રહ્યા છે. પ્રસાદમાં પુરી, ફૂલવડી, લાડુ, શાક, દાળ અને ભાત તૈયાર કરવામાં આવે છે.અત્યાર સુધીમાં 12 લાખ દર્શનાર્થીઓને ભગવાનના દર્શન કર્યા છે.

Ahmedabad Rathyatra 2023 In The 146th Rath Yatra Of Jagannath In Ahmedabad, 30 Thousand Kg Of Mug, 500 Kg Of Jamb Will Be Given As Prasad, Know The Route Of The Rath

ગજરાજ, ભજન મંડળી, અખાજડા પછી હવે પ્રથમ રથ ઢાળની પોળ પહોચ્યો છે. રથયાત્રા અમદાવાદ પોળ તરફ ધીરે ધીરે આગળ વધી રહી છે. પુરીની જેવી જ ઐતિહાસિક યાત્રા અહીં નીકળે છે. ખુબ જ સુંદર રીતે શણગારાયેલા ટ્રકોમાંથી પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

Truck ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું, CM ડેશ બોર્ડથી નજર રાખી રહ્યા છે

CM ડેશ બોર્ડથી નજર રાખી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અત્યારે સમગ્ર માર્ગનું ગાંધીનગરમાંથી  CM ડેશબોર્ડની વિડિયો વોલ પર નિરીક્ષણ કરી રહ્યા છે. વિવિધ વિસ્તારોમાં ગોઠવવામાં આવેલા સલામતી-સુરક્ષાના પોલીસ પ્રબંધ અંગે પણ વિડિયો વોલ દ્વારા ઝીણવટપૂર્વકની જાણકારી મેળવી હતી.

સરસપુરમાં બધી વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ અત્યારે ફૂલ બંદોબસ્તમાં છે. લોકો શાંતિ પૂર્વક ભગવાનના દર્શન કરી શકે તે માટે પોલીસ ખડપગે લોકોની સેવામાં છે. કોઈને કઈ પરેશાની ન થાય તેની સપૂર્ણ તકેદારી રખાઈ રહ્યું છે.

Cops not on Rath Yatra duty told to refrain from Puri visit | Bhubaneswar News - Times of India

જમાલપુરના નીજમંદિરેથી રથયાત્રા નીકળી  ધીમે-ધીમે આગળ વધી. નિયત કરેલા રૂટ પરથી રથયાત્રા  પસાર થઈને દાણીલીમડા સ્થિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચી હતી. જ્યાં ત્યાના સત્તાધીશોએ રથ અને સંતો-મહંતોનું સ્વાગત કર્યું હતું. મેયર કિરીટ પરમાર, દંડક અરુણસિંહ રાજપૂત, વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, પશ્ચિમ લોકસભાના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી સહિત ભાજપના કોર્પોરેટરો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અને અધિકારીઓ દ્વારા દિલીપદાસજી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Puri Rath Yatra : The Rath Yatra of Puri Jagannath begins today.. See photos

ભગવાન જગન્રાનાથની યાત્રા રાયપુર વિસ્તારમાં પહોચી છે. ભક્તોનું બીપોરજોય દેખાઈ રહ્યું છે. અત્યારે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.  ભગવાન જગન્રનાથની રથયાત્રા ના દર્શનાર્થે ભક્તો આવી ચડ્યા છે. ભજનમંડળી સાથે ધામધૂમથી રથયાત્રા નીકળી ગઈ છે.

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે રથયાત્રા માટે સૌને શુભકામનાઓ. ભગવાન જગન્નાથની દિવ્ય મુલાકાત આપણા જીવનને આરોગ્ય, સુખ અને આધ્યાત્મિક સમૃદ્ધિથી ભરી દે કારણ કે આપણે આ શુભ અવસરની ઉજવણી કરીએ છીએ. પ્રધાનમંત્રીએ દરેકને, ખાસ કરીને વિશ્વભરના કચ્છી સમુદાયને ‘આષાઢી બીજ’ના અવસર પર શુભેચ્છા પાઠવી હતી. રથયાત્રા એ ભગવાન જગન્નાથ સાથે સંકળાયેલો તહેવાર છે. તે જ દિવસે ઉજવવામાં આવે છે, જે દિવસે ગુજરાતના કચ્છી સમુદાયના લોકો તેમના નવા વર્ષની ઉજવણી કરે છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પહિંદવિધિ થવાની હતી. રથયાત્રા દરમ્યાન પહિંદવિધિનું અનેરું મહત્વ છે. આ દરમ્યાન માન્યતા અનુસાર રથયાત્રા નીકળે તે પહેલા રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રાની સાફસફાઈ કરે છે, આ વિધિને પહિંદવિધિ કહેવામાં આવે છે. પૂર્વે આ હક ફક્ત રાજા ને મળતો હતો. અને અત્યારે રાજ્યના મુખ્યપ્રધાનને મળે છે.

આજની રથયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી મંગળા આરતીમાં હાજર રહ્યા અને આ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પહિંદવિધિ કરાઈ. આ સાથે જ રથયાત્રાની શોભા વધારવા રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ જોડાશે, 101 ભારતીય સંસ્કૃતિ પ્રતિકૃતિ દર્શવાતા ટ્રકો જોડાશે, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડબાજા જોડશે.

આ રથયાત્રા માટે પોલીસતંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે. પોલીસ તંત્રનો રથયાત્રાને લઇને લોખંડી બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પેરામિલીટરી ફોર્સ સાથે પોલીસ તૈનાત રહેશે. કુલ 26091 પોલીસ બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવી છે. આટલું જ નહિ 2322 જવાનો બોડીવોર્ન કેમેરા સાથે તૈનાત છે. યાત્રામાં રહેનારા 25 વાહનો પર CCTV લગાવવામાં આવ્યા છે. GPS સિસ્ટમથી પળેપળની વિગતો મેળવાશે અને આ વર્ષે થ્રિડી મેપિંગ દ્વારા રથયાત્રા પર નજર રાખવામાં આવશે. તંત્ર દ્વારા થ્રિડી મેપિંગ તૈયાર કરી લેવામાં આવ્યું છે.

આ વખતે જગતના નાથ પોતાની અલગ સવારી પર સવાર થઇ ને નગરયાત્રા પણ નીકળશે. જી હા 72 વર્ષ બાદ જગતનો નાથ નવા રથમાં બિરાજમાન થશે. અમિત શાહે પ્રભૂની આરતી ઉતારી. CM ભુપેન્દ્ર પટેલના હસ્તે પહિંદવિધિ કરવામાં આવશે. સવારે 7 વાગ્યે CM પહિંદવિધી કરવાના છે. CM ભૂપેન્દ્ર પટેલ બીજી વાર પહિંદવિધી કરવા જઈ રહ્યા છે. પહિંદવિધી બાદ ભગવાન રથમાં સવાર થશે.

નિજમંદિર જમાલપુરથી રથયાત્રાનો પ્રારંભ થશે. જમાલપુરથી AMC, AMCથી રાયપુર ચકલા , ત્યારબાદ રાયપુર ચકલાથી ખાડિયા ચાર રસ્તા, ખાડિયા ચાર રસ્તાથી કાલુપુર સર્કલ, કાલપુર સર્કલથી સરસપુર મામાના ઘરે, સરસપુર થી પરત કાલુપુર સર્કલ, કાલુપુર સર્કલથી પ્રેમ દરવાજા, પ્રેમ દરવાજાથી દિલ્હી દરવાજા, દિલ્હી દરવાજાથી શાહપુર દરવાજા, શાહપુર દરવાજાથી આર.સી.હાઇસ્કુલ, આર.સી.હાઇસ્કુલથી ઘી કાંટા, ઘી કાંટાથી પાનકોર નાકા, પાનકોર નાકાથી માણેકચોક, માણેક ચોકથી નિજ મંદિર પર થશે રથયાત્રા.