Khichadi No Prasad/ 56 ભોગ મૂકીને ભગવાન જગન્નાથને ખીચડીને પ્રસાદ કેમ ધરાવવામાં આવે છે?

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાનો પ્રારંભ થાય ત્યારે કદાચ બધાને આશ્ચર્ય એ વાતનું હશે કે સામાન્ય રીતે ભગવાનને 36 ભોગ ધરાવવામાં આવતા હોય છે, પણ ભગવાન જગન્નાથને ખીચડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે એવું કેમ, તેની પાછળની કથા રસપ્રદ છે.

Top Stories Gujarat
Khichadi Prasad 56 ભોગ મૂકીને ભગવાન જગન્નાથને ખીચડીને પ્રસાદ કેમ ધરાવવામાં આવે છે?

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાનો પ્રારંભ થાય ત્યારે Khichadi No Prasad કદાચ બધાને આશ્ચર્ય એ વાતનું હશે કે સામાન્ય રીતે ભગવાનને 56 ભોગ ધરાવવામાં આવતા હોય છે, પણ ભગવાન જગન્નાથને ખીચડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે એવું કેમ, તેની પાછળની કથા રસપ્રદ છે.

રથયાત્રા એટલે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને લાડ લડાવવાનો અવસર. અને ભગવાનને લાડ લડાવવામાં ભક્તો કોઈ કસર નથી છોડતા. ભગવાન માટે 56 ભોગ તૈયાર કરવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે ભગવાનને ખીચડી સૌથી પ્રિય છે? 56 ભોગ પહેલા પણ ભગવાનને ખીચડી ધરાવવામાં આવે છે. જેની પાછળ એક રસપ્રદ વાર્તા છે.

પૌરાણિક માન્યતા અનુસાર જગન્નાથ પુરીમાં ભગવાન કૃષ્ણની Khichadi No Prasad પરમ ઉપાસક હતી કર્માબાઈ. તેઓ ભગવાનાને પોતાના પુત્રની જેમ સ્નેહ કરતા હતા. એકવાર તેમણે ભગવાનને પોતાના હાથે બનાવેલી ખીચડી ખાવા આપી, બસ પછી કો શું, ઠાકોરજીને આ ખીચડી એટલી પસંદ આવી કે તેમણે કર્માબાઈને કહ્યું કે, મારા માટે તમે રોજ ખીચડી જ બનાવો. હું તમારા ઘરે આવીને ખાઈશ.

કર્માબાઈ રોજ સવારે ઉઠતા અને સૌથી પહેલા ભગવાન માટે Khichadi No Prasad ખીચડી બનાવતા હતા. બાદમાં જ બધા કામ કરતા હતા. ભગવાન સવારે આવતા, ભોગ લગાવતા અને પછી ચાલ્યા જતા. થયું એવું કે એકવાર એક મહાત્મા કર્માબાઈના ઘરે પહોંચ્યા. તેમણે કર્માબાઈને કહ્યું કે, સૌથી પહેલા નહાઈ ધોઈને સેવા કરવી જોઈએ. પછી જ ભગવાન માટે ભોજન બનાવવું જોઈએ. સંતે સમજ આપ્યા બાદ કર્માબાઈએ નહાઈ ધોઈને ભગવાન માટે ખીચડી બનાવવાનું નક્કી કર્યું.

ભગવાન જ્યારે ખીચડી આરોગવા આવ્યા તો, કર્માબાઈએ Khichadi No Prasad કહ્યું કે, પ્રભુ હું હજી સ્નાન કરી રહી છું. એટલે થોડો સમય લાગશે. ભગવાનને ઉતાવળ હતી કારણ કે મંદિરના દ્વાર ખુલવાના હતા. એવામાં કર્માબાઈએ નહાઈ, સાફ સફાઈ કરી પછી ખીચડી બનાવી. મોડું થઈ જતા ભગવાને જલ્દી-જલ્દી ખીચડી તો ખાધી પરંતુ તેમા રોજ જેવો સ્વાદ નહોતો. પાણી પીધા વિના જ ભગવાન મંદિર પહોંચ્યા. મંદિરની બહાર મહાત્માને જોઈને તેઓ બધુ સમજી ગયા.

મંદિરના કપાટ ખોલવામાં આવ્યા કે, પૂજારીએ જોયું કે ભગવાનાના Khichadi No Prasad મોં પર ખીચડી ચોંટેલી છે. પુજારીએ જ્યારે પુછ્યું તો ભગવાને કહ્યું કે, હું રોજ કર્માબાઈના જઈને ખીચડી ખાઉં છું. પરંતુ આજે મોડું થયું. તમે મા કર્માબાઈને ઘરે જાઓ અને મહાત્મા તેમને ત્યાં રોકાયેલા છે, તેમને સમજાવો. પૂજારીના સમજાવ્યા બાદ સંત કર્માબાઈના ઘરે ગયા અને તેમની પાસે જઈને કહ્યું કે તમે જેમ પહેલા ખીચડી બનાવતા હતા, તેમ જ બનાવો.

તમારા ભાવથી જ ઠાકોરજી ખીચડી ખાતા રહેશે. પછી એક દિવસ એવો આવ્યો કે કર્માબાઈનું નિધન થયું. એ દિવસ પુજારીએ મંદિરના પટ ખોલ્યા તો જોયું કે ભગવાનની આંખમાં આંસૂ છે. પૂજારીએ પુછ્યું તો ભગવાને કહ્યું કે, હવે મને ખીચડી કોણ ખવડાવશે? ત્યારથી જ રોજ કર્માબાઈની યાદ સાથે ભગવાનને રોજ ખીચડીનો ભોગ ધરવામાં આવે છે.

 

આ પણ વાંચોઃ Jagannath Rathyatra/ ભગવાન જગન્નાથનો રથ કેમ મુસ્લિમની મઝાર પર રોકાય છે તે જાણો

આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથની 146મી ભવ્ય રથયાત્રા/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારા થઇ પહિંદ વિધિ, રથયાત્રાનો પ્રારંભ

આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથની 146મી ભવ્ય રથયાત્રા/ 72 વર્ષ બાદ જગતનો નાથ નવા રથમાં બિરાજમાન થશે

આ પણ વાંચોઃ PM Modi US Visit/ PM મોદી મંગળવારે અમેરિકા જવા રવાના થશે, યુએનમાં યોગથી લઈને જો બિડેન સાથે ડિનર સુધી જાણો શું છે ખાસ!

આ પણ વાંચોઃ વિવાદ/ પશ્ચિમ બંગાળમાં TMC અને રાજ્યપાલ વચ્ચે વિવાદ, CM મમતા બેનર્જીએ CV આનંદ બોઝને પત્ર લખીને જાણો શું કહ્યું…