Not Set/ કેજરીવાલે કોંગ્રેસનાં MLA અંબરીશ ડેરનો કર્યો સંપર્ક, ઘણા તર્ક વિતર્કો શરૂ

સોમવારે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જે બાદ રાજ્યનાં પોલિટિક્સમાં મોટો ફેરફાર થાય તેવી ચર્ચાઓેએ જોર પકડ્યુ છે…

Top Stories India
1 453 કેજરીવાલે કોંગ્રેસનાં MLA અંબરીશ ડેરનો કર્યો સંપર્ક, ઘણા તર્ક વિતર્કો શરૂ
  • આપના કેજરીવાલની ગુજરાત મુલાકાતનો મામલો
  • અરવિંદ કેજરીવાલે અંબરીશ ડેરનો કર્યો હતો સંપર્ક
  • રાજુલાના અંબરીશ ડેર કોંગ્રેસના ધારાસભ્ય
  • અંબરીશ ડેરનો સંપર્ક કરતા ગરમાયુ રાજકારણ

સોમવારે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જે બાદ રાજ્યનાં પોલિટિક્સમાં મોટો ફેરફાર થાય તેવી ચર્ચાઓેએ જોર પકડ્યુ છે. આ વચ્ચે તાજેતરમાં સમાચાર મળી રહ્યા છે કે, અરવિંદ કેજરીવાલે પોતાની ગુજરાત મુલાકાત દરમ્યાન રાજુલાનાં ધારાસભ્ય અંબરીશ ડેરનો સંપર્ક કર્યો હતો. જે બાદ ઘણા તર્ક વિતર્કો શરૂ થઇ ગયા છે.

રાજકારણ / પ.બંગાળ રાજ્યપાલ સાથેની સુવેન્દુ અધિકારીની બેઠકમાં ઘણા નેતાઓ ગેરહાજર, અટકળો શરૂ

આપને જણાવી દઇએ કે, છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ભાજપ બાદ બીજો કોઇ પક્ષ તરીકે આમ આદમી પાર્ટીને જોવામાં આવી રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવા દિલ્હીનાં મુખ્યમંત્રી અને આપ નાં સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ સોમવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જે બાદ પત્રકારત્વ જગતનો મોટો ચહેરો ગણાતા ઈશુદાન ગઢવી સત્તાવાર રીતે આપ માં જોડાયા હતા. વળી તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, રાજ્યમાં રાજુલાનાં કોંગ્રેસનાં ધારાસભ્ય અંબરીશ ડેર સાથે અરવિંદ કેજરીવાલે સંપર્ક કર્યો હતો, જે બાદથી રાજ્યની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. જો કે ધારાસભ્ય અંબરીશ ડેરે સમગ્ર તર્ક વિતર્કનું ખંડન કર્યુ હતુ. અને કહ્યુ કે, “આમ આદમી પાર્ટીમાં મારી જોડાવવાની કોઇ વાત જ નથી. સોમવારે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, અને ગોપાલ ઈટાલિયા મારા પરિચિત છે. અને તેઓ અમારા આંદોલનથી વાકેફ છે. જ્યારે તાઉ-તે વાવાઝોડુ આવ્યુ હતુ ત્યારે તેમની ટીમે અમારા વિસ્તારનાં લોકોને મદદરૂપ થવા માટેના પ્રયત્નો કર્યા હતા. બસા આજ વાત છે. બાદમાં ગોપાલ ઈટાલિયાએ તેમને કહ્યુ હતુ કે, અરવિંદ કેજરીવાલ વાત કરશે, ત્યારે સ્વાભાવિક છે કે તેઓ ગુજરાતનાં પ્રવાસે હોય અને ગુજરાતનાં જનપ્રતિનિધિ જનતા માટે ઉપવાસ પર બેઠા હોય ત્યારે ખબર અંતર પૂછવા માટે ફોન કર્યો હોય, બીજુ કોઇ ઉદ્દેશ અહી નથી.” વળી વધુમાં તેમણે કહ્યુ કે, “કેજરીવાલે વાતચીત દરમ્યાન કોઇ કામ કાજ હોય તો કહેજો મને કહ્યુ હતુ જેના જવાબમાં મે પણ કહ્યુ હતુ કે મારા લાયક કોઇ કામ-કાજ હોય તો તમે મને કહી શકો છો. બસ માત્ર આટલી જ વાત હતી.”

રાજકારણ / કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કોંગ્રેસને NCP અને શિવસેના કરતા નબળી ગણાવી

ઉલ્લેખનીય છે કે, સોમવારે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતની મુલાકાત કરી હતી. જે બાદ ગુજરાતની રાજનીતિમાં મોટો વળાંક આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. હવો જોવાનુ રહેશે કે શું કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ત્રીજો મોટો પક્ષ બની શકશે? ભાજપને ગુજરાતની 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં AAP મોટું નુકસાન પહોંચાડી શકે છે તે હવે જોવુ રહ્યુ.

majboor str 16 કેજરીવાલે કોંગ્રેસનાં MLA અંબરીશ ડેરનો કર્યો સંપર્ક, ઘણા તર્ક વિતર્કો શરૂ