Surendranagar News: ધ્રાંગધ્રાના ચુલી ગામે જૂથ અથડામણ થયાની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી બાદ બે જૂથ વચ્ચે અથડામણ થયું હતું. હથિયારો વડે હુમલો થતાં 20 જેટલા લોકો ઘાયલ થયા હતા.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામમાં બે જૂથ સામાન્ય બોલાચાલીમાં વિવાદ સર્જાઈ ગયો હતો. અને આખરે મારામારી પર ઉતરી આવ્યા હતા. પાઈપ, ધોકા જેવા હથિયારોથી હુમલો થતાં બંને પક્ષના 20થી વધુ લોકોને ઈજા થઈ હતી. 15થી વધુ લોકોને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં હાલમાં 7 થી વધુ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઘટનાને લઈ ધ્રાંગધ્રા ડીવાયએસપીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સમગ્ર પંથક પોલીસ બંદોબસ્તમાં ફેરવાઈ ગયું છે. બંને પક્ષના તમામ વ્યક્તિઓને સારવાર માટે તાત્કાલિક પોલીસ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. હજુ જૂથ અથડામણ શા માટે થયું હતું તેનું કારણ શોધી શકાયું ન હતું. તેમાંથી કેટલાક વ્યક્તિને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો:Good News!/કુનો નેશનલ પાર્કમાંથી આવ્યા વધુ એક સારા સમાચાર, માદા ચિત્તા જ્વાલાએ આપ્યો 3 બચ્ચાને જન્મ
આ પણ વાંચો:અયોધ્યા રામ મંદિર/અયોધ્યા રામ મંદિર : સામાન્ય જનતા આજથી લઈ શકશે દર્શનનો લાભ, મોડી રાતથી લાંબી લાઈનો