Political/ દિગ્વિજય સિંહનું ટ્વીટ, મને રાષ્ટ્રપતિ તરફથી કોઇ આશા નથી

હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશનાં ખેડૂતો દ્વારા કૃષિ કાયદાઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો ચાલુ જ છે. સરકાર તરફથી લેખિત દરખાસ્તની બાંહેધરી પર ખેડૂત સંગઠનોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર કાયદાને રદ નહીં કરે ત્યાં સુધી તેઓ કોઈપણ દરખાસ્ત પર વિચારણા કરશે નહીં. તેમની માંગણીઓ માટે ખેડૂતોએ મંગળવારે ભારત બંધ બોલાવ્યુ હતું, ત્યારબાદ સાંજે 24 […]

Top Stories India
corona 133 દિગ્વિજય સિંહનું ટ્વીટ, મને રાષ્ટ્રપતિ તરફથી કોઇ આશા નથી

હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશનાં ખેડૂતો દ્વારા કૃષિ કાયદાઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો ચાલુ જ છે. સરકાર તરફથી લેખિત દરખાસ્તની બાંહેધરી પર ખેડૂત સંગઠનોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર કાયદાને રદ નહીં કરે ત્યાં સુધી તેઓ કોઈપણ દરખાસ્ત પર વિચારણા કરશે નહીં. તેમની માંગણીઓ માટે ખેડૂતોએ મંગળવારે ભારત બંધ બોલાવ્યુ હતું, ત્યારબાદ સાંજે 24 રાજકીય પક્ષોનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે. જો કે, આ બેઠક પહેલા જ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે ટ્વીટ કર્યું છે કે, તેમને રાષ્ટ્રપતિ તરફથી કોઈ આશા નથી.

દિગ્વિજયસિંહે પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘રાષ્ટ્રપતિ પાસેથી ખેડૂત વિરોધી કાયદો પાછો ખેંચવા માટે 24 રાજકીય પક્ષોનાં પ્રતિનિધિ મંડળ આજે મળવા જઈ રહ્યાં છે. મને મહામહિમ તરફથી કોઈ આશા નથી. આ 24 રાજકીય પક્ષોએ એનડીએનાં તમામ પક્ષો સાથે પણ ચર્ચા કરવી જોઈએ જે ખેડૂતોની સાથે છે. નીતીશજીએ મોદીજી ઉપર દબાણ કરવું જોઈએ. આ પછી, દિગ્વિજયસિંહે પોતાના ટ્વિટ અંગે મીડિયા સાથે વાત કરતા કહ્યું, ‘મેં જે ટ્વીટ કર્યું છે તે સાચું છે, રાષ્ટ્રપતિ આ મામલે શું કરી શકે છે. મોદીજીએ પોતાની જીદ છોડી દેવી જોઈએ. આ બાબત ખેડૂતોને લગતી છે, આ પ્રકારની જીદ કોઈ માટે સારી નથી. સરકારે ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવા જોઈએ. આ મામલે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવી જોઈએ, જે ખેડૂતો સાથે વાત કરીને આ મુદ્દાને હલ કરે.

આપને જણાવી દઇએ કે, આજે 24 રાજકીય પક્ષોનું પ્રતિનિધિમંડળ ખેડૂત વિરોધ પ્રદર્શન માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે. પ્રતિનિધિ મંડળમાં કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધી, એનસીપી અધ્યક્ષ શરદ પવાર અને વિપક્ષનાં ઘણા નેતાઓ સામેલ હશે. આજે બપોરે ખેડૂતો દ્વારા એક બેઠક બોલાવવામાં આવી છે, જેમાં આગળની રણનીતિ પર વિચાર કરવામાં આવશે.

શહેરમાં કોરોનાનો કહેર, કોરોના વોરિયર્સ પોઝિટિવ આવતા ફફડાટ

કોવિડ સેન્ટરમાં ડ્યુટીનાં આદેશનાં મામલે SC માં થશે સુનાવણી

RBI એ આ સહકારી બેંકનું લાઇસન્સ કર્યું રદ, જાણો જમાકર્તાઓને તેમના નાણાં કેવી રીતે મળશે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો