રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મહારાષ્ટ્રની સહકારી બેંક કરાડ જનતા સહકારી બેંકનું લાઇસન્સ રદ કર્યું છે. આરબીઆઈએ બેંકિંગ માર્ગદર્શિકાને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયેલી કરાડ જનતા સહકારી બેંકનું લાઇસન્સ રદ કર્યું છે. પૂરતી મૂડી ન હોવાને કારણે, બેંક ભવિષ્યની આવકની સંભાવના દેખી શકતી નહોતી, જેના કારણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ બેંકનું લાઇસન્સ રદ કરવાનું નક્કી કર્યું છે.
શું થશે ખાતા ધારકોનું
આરબીઆઈ દ્વારા બેંકનું લાઇસન્સ રદ થયા બાદ હવે આ બેંક બંધ રહેશે. આવી સ્થિતિમાં લોકોનાં મનમાં સવાલો ઉભા થઈ રહ્યા છે કે જે લોકોનું ખાતું આ બેંકમાં છે તે લોકોનું શું થશે? સેન્ટ્રલ બેંકે ખાતાધારકોની ચિંતા દૂર કરી છે કે લાઇસન્સ રદ થયા પછી પણ બેંકનાં 99 ટકા જમાકર્તાઓ તેમની થાપણો પરત મેળવશે. આપને જણાવી દઈએ કે આરબીઆઈનાં ડિપોઝિટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન એક્ટ 1961 (ડીઆઈસીજીસી એક્ટ 1961) હેઠળ બેંક થાપણદારોને બેંકની લિક્વિડિટી પર 5 લાખ રૂપિયા પાછા મળશે.
જાણો કેમ રદ કરાયુ લાઇસન્સ
આપને જણાવી દઇએ કે, વર્ષ 2017 ની શરૂઆતમાં, આરબીઆઈએ આ બેંક પર કેટલાક નિયંત્રણો લાદ્યા હતા. બેંકની આવક થવાની સંભાવના નહોતી. જેના કારણે કરાડ જનતા સહકારી બેંક ઉપર કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. આરબીઆઈનાં સેક્શન 22 નાં નિયમો અનુસાર આ બેંક પાસે પૈસા કમાણીની કોઇ સંભાવનાઓ નથી. વળી આ બેંક, બેંકિંગ રેગ્યુલેશન્સ, 1949 ની કલમ 56 નાં પરિમાણોને સંપૂર્ણ રીતે પૂર્ણ કરી રહી ન હોતી. જે પછી આરબીઆઈને જાણવા મળ્યું કે આ બેંક ચલાવવી ગ્રાહકોનાં હિત માટે નુકસાનકારક છે. આવી સ્થિતિમાં, સેન્ટ્રલ બેંકે તેના લાઇસન્સ રદ કરવાનો નિર્ણય લીધો. લાઇસન્સ રદ થયા બાદથી બેંકનાં બેંકિંગ કામગીરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે બેંકને તેના થાપણદારોને થાપણો પરત કરવાની પ્રક્રિયા શરૂ કરવાનું કહેવામાં આવ્યું છે.
ખેડૂત આંદોલનના કારણે આજે આટલી ટ્રેનો રદ, જાણો યાદી
ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન
વડાપ્રધાન મોદીએ આ દેશના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી મંત્રણા, આતંકવાદની વિરુદ્ધ થયા એક જૂથ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
