Not Set/ પાકિસ્તાન/ કોર્ટે જમાત-ઉદ-દાવાનાં ચીફ હાફિઝ સઈદને આતંકી ધિરાણના કેસમાં 5 વર્ષની જેલની સજા ફટકારી

પાકિસ્તાનની એક કોર્ટે આતંકનાં આકા અને જમાત-ઉદ-દાવાનાં ચીફ હાફિઝ સઈદને આતંકી ધિરાણના કેસમાં 5 વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટ દ્વારા આતંકનાં આકા અને ભારતમાં મુંબઇ એટેક અને પુલવામા એટેક સહિત અનેક આતંકી હુમલાની જવાબદારી લઇ ચૂકેલા જમાત-ઉદ-દાવાના ચીફ, આતંકી હાફિઝ સઈદને આતંકી ધિરાણના કેસમાં 5 વર્ષ માટે દોષી ઠેરવ્યો હતો અને પાંચ વર્ષ માટે […]

Top Stories World

પાકિસ્તાનની એક કોર્ટે આતંકનાં આકા અને જમાત-ઉદ-દાવાનાં ચીફ હાફિઝ સઈદને આતંકી ધિરાણના કેસમાં 5 વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટ દ્વારા આતંકનાં આકા અને ભારતમાં મુંબઇ એટેક અને પુલવામા એટેક સહિત અનેક આતંકી હુમલાની જવાબદારી લઇ ચૂકેલા જમાત-ઉદ-દાવાના ચીફ, આતંકી હાફિઝ સઈદને આતંકી ધિરાણના કેસમાં 5 વર્ષ માટે દોષી ઠેરવ્યો હતો અને પાંચ વર્ષ માટે જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.

 

આપને જણાવી દઇએ કે, વિશ્વ આખાને હવે ખબર પડી ગઇ છે કે, પાકિસ્તાન આતંકનું જનક છે અને ભારતમાં થતા તમામ આતંકી હુમલામાં કોઇ ને કોઇ રીતે પાકિસ્તાન અને હાફિઝ કનેક્શન બહાર આવતા જ રહે છે. વળી પાકિસ્તાન માથે ગ્રે લિસ્ટનો ખતરો મંડરાઇ રહ્યો છે, ત્યારે વિશ્વ આખામાં આ મામલો ચર્ચામાં જોવામાં આવી રહ્યો છે કે, હાફિઝ સઇદ અને તેના જેવા કેટલાય આતંકીને પાકિસ્તાન વર્ષોથી શરણ આપતુ આવ્યું છે અને વૈશ્વિક પ્રેસર જ્યારે પણ આવે છે ત્યારે પાકિસ્તાન આવા આતંકીને સજાનુ નાટક કરે છે અને પછી કુતરાની પુછળીની જેમ થોડા સમયમાં જ પાછું પોતાનું પોત પ્રકાશે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.