ચીનમાં વકરેલા કોરોના વાઇરસને કારણે ગુજરાતના ઇલેક્ટ્રોનીક્સ, ટેક્સટાઈલ, ઇલેક્ટ્રિક ગુડ્સ, રમકડા બજાર જેવા વિવિધ માર્કેટ પર મોટા પાયે અસર જોવા મળી રહી છે. ભારતીય બજારમાં જોવા મળતા રમકડાના બાજરમાં ર્મ્ક્દામોતાભાગના રમકડા ચીનથી જ આયાત થયેલા જોવા મળે છે.
જેના લઈને રમકડા બજારના વેપારીઓ પર અત્યારે માઠી અસર જોવા મળી રહી છે. ચાઈનાએ પોતાના દેશમાં આવતા અને જતા તમામ લોકો પર પ્રતિબંધ લાદયો છે. એટલું જ નહિ ઈમ્પોર્ટ અને એક્સપોર્ટની કામગીરી ઉપર પણ ચીની સરકારે થોડા સમય માટે બ્રેક લગાવી છે. જેના કારણે ભારતમાં રમકડાં બજારમાં મંદીનું મોજું ફરી વળ્યું છે. રમકડાં બજારમાં મોટા ભાગે તમામ રમકડાં ચાઈનાથી ઈમ્પોર્ટ થતા હોવાથી તેના વેચાણમાં ઘટાડો થયો છે.
1) રમકડાં બજારમાં કોરોના વાઇરસના કારણે જોરદાર મંદી
2) અમદાવાદના રમકડાં બજારોમાં દુકાનો સુમસામ
3) ચીને બંધ કરી ઈમ્પોર્ટ – એક્સપોર્ટની કામગીરી
4) ચીનથી અમદાવાદ આવતા રમકડાં પર લાગી બ્રેક
5) રમકડાના વેચાણમાં 40%થી 50% સુધીનો ઘટાડો
6) એક જ મહિનામાં રમકડાં બજારની દિશા બદલાઈ
7) અમદાવાદમાં આવેલી છે 100થી વધુ રમકડાંની દુકાનો
8) કરોડો રૂપિયાનો ટન ઓવર અટવાયો
વાત કરીએ અમદાવાદની તો હાલમાં રિલીફ રોડથી લઈને કાલુપુર રેલવે સ્ટેશન સુધીના પટ્ટામાં 100થી વધુ રમકડાંની દુકાનો આવેલી છે. જે મોટાભાગે હોલસેલ દુકાનો જ છે. અને આ દુકાનના વેપારીઓ મોટાભાગે ચાઈનાથી રમકડાં મંગાવે છે. જે મુંબઈના મોટા વેપારીઓ પાસે આવે છે.અને તેમના પાસેથી અમદાવાદના વેપારી રમકડાંની ખરીદી કરતા હોય છે. અને ત્યારબાદ મુંબઈ થી ચાઈનીઝ રમકડાં ટ્રાન્સપોર્ટ દ્વારા અમદાવાદ આવતા હોય છે. આમ, જો એક દુકાન દીઠ અંદાજે ટન ઓવર મહિનાનું એક લાખ સમજીને પણ ચાલ્યે તો 100 દુકાનનો એક કરોડ રૂપિયાનું ટન ઓવર માત્ર એક જ મહિનાનું થાય છે. કોરોના વાઇરસના કારણે આ ટન ઓવર પર થોડા સમય પૂરતી બ્રેક લાગી છે. જેના કારણે અમદાવાદના વેપારીઓ પોતાના પાસે પડેલા જુના સ્ટોકનું વેચાણ કરી રહ્યા છે. જોકે, વેપારીઓનું નસીબ હાલ તેમની સાથે નથી કારણકે બજારમાં જોઈએ એવી ગ્રાહકી નથી. પરિણામે , અમદાવાદના રમકડાના વેપારીઓ હાલ દુકાનમાં બેસીને ગ્રાહકોની રાહ જોઈને બેઠા છે.
ઉલ્લેખનીય છે કે, ચીનના લોકો હાલ કોરોના વાઇરસની ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ વિશ્વના 28 દેશો પણ કોરોના વાઇરસને કારણે તેની માનવીઓ પર અને લોકોના ધંધા રોજગાર પર થઇ રહેલી ભારે અસરને ઝીલી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદના રમકડાં બજારમાં મોટાભાગે તમામ સીઝનમાં ગ્રાહાકી સારી જ રહેતી હોય છે. અને ઉનાળાના વેકેશન દરમિયાન તો રમકડાં બજારમાં કમાઈ ના દિવસો તરીકે માનવામાં આવે છે. પરંતુ, આ વખતનો સમર વેકેશન રમકડાં બજાર માટે ખરાબ જઈ શકે છે તેવું આજના બજારને જોતા અંદાજો લગાવી શકાય છે.
વાત કરીએ ભારતીય રમકડા ઉત્પાદકોની.. તો આ તેમના માટે સારી તક છે. અત્યારે જો ભારતીય રમકડા ઉત્પાદકો તેમના વેપારમાં ઈચ્છે તેવો ઓપ આપવા માટે ખુબ સારો મોકો છે.
રીઝવાન શેખ, મંતવ્ય ન્યુઝ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
