Jamnagar/ જામનગરમાં કારની પાછળ અથડાઈ એમ્બ્યુલન્સ, સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો

જામનગરમાં સમર્પણ સર્કલ પાસે એક કારની પાછળ ૧૦૮ ની એમ્બ્યુલન્સ અથડાઈ પડતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા: સદભાગ્ય જાનહાની ટળી

Gujarat Others
એમ્બ્યુલન્સ 

jamnagar News: જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર સમર્પણ સર્કલ નજીક એક કારની પાછળ ૧૦૮ ની એમ્બ્યુલન્સ અથડાઈ પડી હતી, અને અકસ્માત સર્જાયો હતો. જેના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. સદભાગ્યે જાનહાની ટળી હતી.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક સમર્પણ સર્કલ પાસે ખંભાળિયા તરફથી જામનગર સિટીમાં પ્રવેશ કરી રહેલી એક સ્વીફ્ટ કાર કે જેની પાછળ 108 નંબરની એમ્બ્યુલન્સ  ધડાકા ભેર અથડાઈ પડી હતી, અને અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં કારની પાછળના ભાગનો બુકડો બોલી ગયો હતો, જ્યારે 108 નંબરની એમ્બ્યુલન્સ ની હેડલાઈટ સહિતને નુકસાન થયું હતું.

 સદભાગ્ય આ અકસ્માતમાં કોઈને જાનહાની થઈ ન હતી, પરંતુ અકસ્માત બાદ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા, અને એક તરફ વાહનના થપ્પા લાગી ગયા હતા. આ અકસ્માતના બનાવવાની જાણ થવાથી સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો.

@સાગર સંઘાણી



આ પણ વાંચો:સાબરમતી જેલમાંથી પકડાયો ગાંજો, પાકા કામના કેદી પાસેથી ઝડપાઈ 25 પડીકી

આ પણ વાંચો:થર્ટી ફર્સ્ટ નજીક આવતા બુટલેગરો બેફામ, 12,52,600ના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપક્ડ

આ પણ વાંચો:કાંકરેજના વરસડા ગામે ભ્રષ્ટાચારની તપાસર અર્થે પહોંચી જિલ્લા વિકાસ અધિકારીની ટીમ!

આ પણ વાંચો:‘પત્નીને માત્ર સપ્તાહના અંતે મળે છે’, નિયમિત શારીરિક સંબંધોના અધિકાર માટે હાઈકોર્ટમાં અપીલ