તાપી/ થર્ટી ફર્સ્ટ નજીક આવતા બુટલેગરો બેફામ, 12,52,600ના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપક્ડ

થર્ટી ફર્સ્ટ નજીક આવતા બુટલેગરો દારૂનો જથ્થો ભેગો કરવા લાગી ગયા છે.

Top Stories Gujarat Others
બુટલેગરો
  • તાપીમાં બુટલેગરો બન્યા  બેફામ
  • તાપી LCBએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
  • મહારાષ્ટ્રથી આઇસર ટેમ્પામાં લાવવામાં આવ્યો હતો દારૂ
  • 12,52,600ના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપક્ડ
  • ઈસમની ધરપક્ડ કરી, એકને જાહેર કરયો વોન્ટેડ

Tapi News: થર્ટી ફર્સ્ટ નજીક આવતા બુટલેગરો દારૂનો જથ્થો ભેગો કરવા લાગી ગયા છે. ત્યારે મહારાષ્ટ્રથી આઇસર ટેમ્પામાં ભઠ્ઠી સ્ક્રેપની ગુણોની આડમાં ગુજરાતમાં લાવવામાં આવી રહેલ વિદેશી દારૂના જથ્થાને તાપી જિલ્લા એલસીબી પીઆઇ આર એમ વસેયાની ટીમ દ્વારા, સોનગઢ નજીક માંડર ટોલનાકાથી ઝડપી પાડવામાં આવ્યું હતું.તાપી LCB એ 12,52,600 ના મુદ્દા માલ સાથે એક ઈસમની ધરપક્ડ કરી, એકને વોન્ટેડ જાહેર કરયો હતો.

ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ સેલ કરવા બુટલેગરો અને દારૂ માફીઆઓ સક્રિય થયા હોય કેમ બેફામપણે મહારાષ્ટ્રમાંથી ચોરી છુપે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.પરંતુ ગુજરાત પોલીસ પણ એમના આ ઈરાદાના કામ કરવા મક્કમતાપૂર્વક શિયાળાની રાતોમાં ચારે બાજુ નજર રાખી રસ્તે ઉભી છે.

જેમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવાના હેતુસર જાણે, બુટલેગરો અત્યારથી જ દારૂની વ્યવસ્થા કરતા હોય તેમ, મહારાષ્ટ્રના એક કથ્થઈ કલરના આઇસર ટેમ્પામાં ભઠ્ઠી સ્ક્રેપની ગુણોની આડમાં, ગુજરાતમાં લાવવામાં આવી રહેલ વિદેશી દારૂના જથ્થાને તાપી જિલ્લા એલસીબી પીઆઇ આર એમ વસેયા ની ટીમ દ્વારા, સોનગઢ નજીક માંસોનગઢ નજીક માંડર ટોલનાકા થી ઝડપી પાડવામાં આવ્યું હતું.

જેમાં કુલ 12,52,600 ના મુદ્દા માલ સાથે આરોપી , શબ્બીર અહેમદ અંસારી રહેવાસી, થાના શાંતિનગર ભિવંડી મહારાષ્ટ્ર ની ધરપકડ કરી એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો હતો.ત્યારે આવનારી એકત્ર ૩૧મી ડિસેમ્બર અને ન્યૂયર પાર્ટીમાં લોકો દારૂનો નસો ન કરે તે માટે સક્રિય થયેલી ગુજરાત પોલીસ કેટલો દારૂનો જથ્થો ઝડપી પાડે છે તે જોવું રહ્યું?


whatsapp ad White Font big size 2 4 થર્ટી ફર્સ્ટ નજીક આવતા બુટલેગરો બેફામ, 12,52,600ના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપક્ડ


આ પણ વાંચો:અમેરિકા મોકલવાના કબૂતરબાજી કૌભાંડમાં ફરાર આરોપી ઝડપાયો

આ પણ વાંચો:જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલને ISP દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત

આ પણ વાંચો:અમદાવાદ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું, નવા 12 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન કર્યા તૈયાર

આ પણ વાંચો:સુરતમાં ભરચક રોડ પર સ્કેટિંગ કરતા યુવાનનો વીડિયો વાયરલ, પોલીસે શરૂ કરી તપાસ