Ahmedabad/ દાઉદ ઇબ્રાહિમ નો ખાસ અબ્દુલ મજીદ કુટ્ટીના નકલી પાસપોર્ટના કેસમાં એટીએસે સમરી ભરી 

ગુજરાત એટીએસની ટીમે  ઝારખંડથી અબ્દુલ મજીદની ધરપકડ કરીને તેને એટીએસ હેડક્વૉટર્સ લઈને આવ્યા હતા. જ્યાં તેની વિરુદ્ધમાં બનાવટી પાસપોર્ટ બનાવીને મલેશિયા જવાનો કેસ મામલે પુછપરછ હાથ ધરાઈ હતી.

Ahmedabad Gujarat

એક્સક્લૂસિવ…@રીઝવાન શેખ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અંડરવલ્ડ ડોન અને મોસ્ટ વૉન્ટેડ ટેરરીસ્ટ દાઉદ ઈબ્રાહીમનો ખુબ જ નજીકનો ગણાતો અબ્દુલ મજીદ કુટ્ટીની ગુજરાત એટીએસે થોડા સમય પહેલા ધરપકડ કરી હતી. મહેસાણામાં 1996માં શસ્ત્રો ઉતારવાના કેસના ફરાર આરોપી અબ્દુલ મજીદ કુટ્ટીને ઝડપી લઈ ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ મોટી સફળતા મેળવી હતી. મહેસાનામાંથી 1996માં પાકિસ્તાન બનાવટની 124 પિસ્ટલ, 750 કારતુસ, 4 કિલો RDX અને અઢી કરોડના વિસ્ફોટકો કબ્જે થયા હતા.

ગુજરાત એટીએસની ટીમે  ઝારખંડથી અબ્દુલ મજીદની ધરપકડ કરીને તેને એટીએસ હેડક્વૉટર્સ લઈને આવ્યા હતા. જ્યાં તેની વિરુદ્ધમાં બનાવટી પાસપોર્ટ બનાવીને મલેશિયા જવાનો કેસ મામલે પુછપરછ હાથ ધરાઈ હતી. છેલ્લા 24 વર્ષથી અબ્દુલ મજીદ નાસ્તો ફરતો હતો તો તે ક્યાં ક્યાં ગયો હતો ? કોની કોની સાથે તે સંપર્કમાં આવ્યો હતો ? અને કોણ તેને મદદ કરી રહ્યો હતો ? તે તમામ સવાલોના જવાબો મેળવવા માટે એટીએસના ઓફિસર્સ દ્વારા અબ્દુલ મજિદની સઘન પુછપરછ કરાઈ હતી. જેમાં તપાસમાં એવું બહાર આવ્યું હતું કે , અબ્દુલ મજીદ એ છોટા શકીલ , છોટા રાજનની સાથે અનેક વાર મુલાકાત લીધી હતી. તેમજ અન્ડરવલ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ નો ખુબજ નજીકનો સાગરીત ગણાતો હતો.

અબ્દુલ મજીદ વિરુદ્ધ બનાવટી પાસપોર્ટનો કેસ જમશેદપુરમાં અગાઉ દાખલ થયેલો હતો. જો કે, ત્યારબાદ અમદાવાદ સ્થિત ગુજરાત એટીએસની ટીમે અબ્દુલ મજીદ વિરુદ્ધ આ જ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. જેથી જયારે તેને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે પણ તેણે વાંધો ઉઠાવ્યો હતો કે આ કોર્ટને કાર્યવાહી કરવાની હુકુમત નથી. જેથી એટીએસને આ વાતનો અંદાજો આવતા તેમણે આ ગુનાની કાર્યવાહી બંધ કરવા માટેની ” સી ” સમરી રિપોર્ટ કોર્ટમાં ભરી હતી. જેમાં પોલીસે જણાવેલ કે આ કામના આરોપીની સામે જમશેદપુરમાં આ જ ગુનાની ફરિયાદ દાખલ થયેલી છે.જેથી કોર્ટ કાર્યવાહી બંધ કરવામાં આવે.

નામદાર કોર્ટે પોલીસ તરફથી રજૂ થયેલી સી – સમરી રિપોર્ટને મંજુર કરી હતી. અને આરોપીને આ જ ગુના પૂરતું છોડી મુકવાનો હુકમ જાહેર કર્યો હતો.અબ્દુલ મજીદ વિરુદ્ધ બનાવટી પાસપોર્ટ ના કેસની કાર્યવાહી હવે પછી જમશેદપુરમાં ચાલશે.

ઉલ્લેખનીય છે કે મહેસાણામાં  હથિયાર પહોચાડનાર અબ્દુલ મજીદ કુટ્ટીની ઝારખંડથી ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ ધરપકડ કરી હતી.અબ્દુલ મજીદ કુટ્ટીએ 1997માં પ્રજાસત્તાક દિવસે આતંકવાદી હુમલા માટે આ શસ્ત્રો ઉતારાયાં હતાં. આ વિસ્ફોટક જથ્થોનો મોકલવામાં સંડોવાયેલા અબ્દુલ મજીદ કુટ્ટીની ઝરપકડ પહેલાં ઝડપાઈ ચૂકેલા મહોમ્મદ ફઝલ અને કુરેશી શકલના કારણે થઈ હતી. તેમની પૂછપરછ માં અત્યારે પકડાયેલા આરોપી અબ્દુલ મજીદ કુટ્ટી અને દાઉદની સંડોવણી બહાર આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…