Kutch-Earthquake/ ભૂકંપના આંચકાથી કચ્છની ઘરા ધ્રુજી ઉઠી

ફરી એક વાર કચ્છમાં ઘરા ધ્રુજી ઉઠી હતી, કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.માહિતી અનુસાર પૂર્વ કચ્છના ભચાઉમાં આજે સવારે 10:19 કલાકે ભૂકંપનો લગભગ 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

Top Stories Gujarat

Kutch News: ફરી એક વાર કચ્છમાં ઘરા ધ્રુજી ઉઠી હતી, કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.માહિતી અનુસાર પૂર્વ કચ્છના ભચાઉમાં આજે સવારે 10:19 કલાકે ભૂકંપનો લગભગ 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 9 કિ.મી. દૂર નોંધાયું છે. ભૂંકપના કારણે હજી સુધી કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી. પરંતુ લોકોમાં ભય પેસી ગયો છે. આ આંચકો આવ્યો ત્યારે ઘણા લોકોને આ આંચકો અનુભવાયો નથી પરંતુ જે લોકોએ આ આંચકો અનુભવ્યો હતો તે લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં.

કચ્છમાં શા માટે વારંવાર આવે છે ભૂકંપ?

કચ્છમાં છેલ્લા કેટલાય વર્ષથી સતત ભૂકંપના આંચકા કેમ અનુભવાઈ રહ્યા હોય તેવુ આપણે સાંભળીએ છીએ. કચ્છ યૂનિવર્સિટીના સંશોધન અનુસાર આ પાછળનું મુખ્ય કારણ એ છે કે કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન આવેલી છે. જેમાંથી વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે. આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકાનો અનુભવાય છે. મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે 2001ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ નોધાય છે.

ભૂકંપ કેવી રીતે માપવામાં આવે છે ?

રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાલનપુરમાં કારમાં પુરાઈ જતાં 5 વર્ષના બાળકનું થયું મોત

 આ પણ વાંચો:રાજ્યમાં આગામી 3 દિવસ વંટોળની શક્યતા, ગરમીથી થશે રાહત!

આ પણ વાંચો:રાજકોટ અગ્નિકાંડને લઈ તપાસ તેજ, DGP અધિકારીઓની પૂછપરછ કરશે