અમરેલી,
અમરેલીનાં સુરગપરા વિસ્તારમાં સ્થાનિકો ઓઇલમીલથી મુશકેલીમાં મુકાયા છે. અવાજ પ્રદુષણ અને ઉડતી રજને લઇને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોએ મામલતદાર સહીતના સરકારી તંત્રને રજૂઆત કરી યોગ્ય પગલા ભરવા માંગ કરી હતી.
રજૂઆત બાદ પણ કોઇ ઉકેલ આવ્યો નથી..તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ છે. આ મામલે સ્થાનિકો જણાવી રહ્યા છે કે ઓઇલમીલને લીધે નાના બાળકો અને વૃદ્ધોને દિવસ ભર ખુબ તકલીફો વેઠવી પડે છે.
પ્રદુષણ તેમજ ધુમાડાનાં કારણે સ્થાનિક લોકોને શ્વાસ લેવામા પણ તકલીફ પડે છે. ઓઈલ મીલ સતત ચાલતી હોવાના કારણે ધરોમા ભુકંપ જેવુ કંપન અનુભવાઇ છે. જેના લીધે નાના બાળકો અને વૃદ્ધોને પુરતા પ્રમાણમાં ઉંધ પણ થતી નથી. ઓલઇમીલને કારણે અવારનવાર બિમારીનો ભોગ બનવું પડે છે.
