Junagadh/ માણાવદરમાં થયેલી લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો

માણાવદરમાં કપાસની દલાલીનું કામ કરતા પૂર્વ નગર પાલિકા પ્રમુખ દિનેશ કાલરીયાએ ગુણાતીત મિલમાંથી રૂપિયા 9.30 લાખનું પેમેન્ટ લઈ જૂનાગઢ રોડ ઉપર આવેલ સનલાઈટ કોટેક્સ મિલમાં આપવા માટે જતા હતા. ત્યારે અજાણ્યા શખ્સોએ બાઈક પર આવી લૂંટ……

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 22T141210.681 માણાવદરમાં થયેલી લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો

Junagadh News: માણાવદરમાં થોડા દિવસ અગાઉ રૂપિયા 9 લાખ 30 હજારની ચીલઝડપે લૂંટ કરવામાં આવી હતી. માણાવદરમાં કપાસની દલાલીનું કામ કરતા પૂર્વ નગર પાલિકા પ્રમુખ દિનેશ કાલરીયાએ ગુણાતીત મિલમાંથી રૂપિયા 9.30 લાખનું પેમેન્ટ લઈ જૂનાગઢ રોડ ઉપર આવેલ સનલાઈટ કોટેક્સ મિલમાં આપવા માટે જતા હતા. ત્યારે અજાણ્યા શખ્સોએ બાઈક પર આવી લૂંટ ચલાવી હતી. વંથલી પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા જેમાં ફરિયાદી જ આરોપી નીકળતા પોલીસે દિનેશ કાલરીયા નામના વ્યક્તિની ધરપકડ કરી છે. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

WhatsApp Image 2024 02 22 at 2.14.08 PM માણાવદરમાં થયેલી લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો

જૂનાગઢ જીલ્લાના માણાવદરમાં રૂપિયા 9.30 લાખની ચીલઝડપ કેસનાં આરોપીઓની શોધખોળ માટે પોલીસે કવાયત હાથ ધરી હતી. માણાવદરમાં કપાસની દલાલીનું કામ કરતા પૂર્વ નગર પ્રમુખ દિનેશ ગોવિંદભાઈ કાલરીયાએ ગુણાતીત મિલમાંથી રૂપિયા 9.30 લાખનું પેમેન્ટ લઈ સાંજે માણાવદરમાં આવેલ સનલાઈટ કોટેક્સ મિલમાં આપવા માટે જતા હતા. તે વખતે રસ્તે જવાના નાકા ઉપર પહોંચતા અજાણ્યા બાઈક પર આવેલ 2 શખ્સોએ દિનેશભાઈને ચાલુ બાઈકે લાત મારી પછાડી દેતા દિનેશભાઈનો ડાબો પગ બાઈક નીચે આવી જતા અગાઉથી ઉભા રહેલા એક શખ્સે દિનેશ કાલરીયા પાસેથી રૂપિયા 9.30 લાખની રોકડનું ઝભલું ઝૂંટવી ચીલઝડપે ત્રણેય શખ્સો બાઈક પર નાસી ગયા હતા.

આ ત્રિપુટીને ઝડપી લેવા માટે એલસીબી, એસઓજી ઉપરાંત બાંટવા, વંથલી પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિનેશ કાલરીયાનું નામ સામે આવ્યું છે. તપાસ કરતાં માલૂમ પડ્યું કે આરોપીને વંથલી કોર્ટમાં પૈસા ભરવા ન પડે તે માટે નાટક કર્યું હતું. પોલીસને ગુમરાહ કરવાના કારણે દિનેશ કાલરીયાની ધરપકડ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કર્ણાટક સરકાર 1 કરોડથી વધુ આવક ધરાવતા મંદિરો પર કર વસૂલશે, ભાજપે કર્યો વિરોધ

આ પણ વાંચો:પશ્ચિમ કચ્છમાં આવેલા ભુજમાં બે દિવસ CNG ગેસ વિતરણ વ્યવસ્થા બંધ રખાશે…

આ પણ વાંચો:ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો