2024 election/ સૌરાષ્ટ્રમાં ભાજપને ફટકો લાગવાની શક્યતા

ભાજપના દિગ્ગજ નેતા કોંગ્રેસમાં જોડાય તેની ચર્ચા

Gujarat Top Stories
Beginners guide to 76 3 સૌરાષ્ટ્રમાં ભાજપને ફટકો લાગવાની શક્યતા

Gujarat News : લોકસભાની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપને ઝડકો લાગે તેવી શક્યતા છે. ભાજપના જવાહર ચાવડા ફરીથી ઘરવાપસી કરે તેના એંધાણ છે. ચાવડા ક્ગ્રેસનો હાથ પકડે તેવી શક્યતા છે. જવાહર ચાવડા 2019માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

બીજીતરફ ગુજરાત વિધાનસબાની પેટા ચૂંટણી પણ આવી રહી છે તેમછતા ભાજપ કે કોંગ્રેસે એક પણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. દરમિયાન ચાવડાની ઘરવાપસીની ચર્ચાએ જોર પકડ્યું છે. અગાઉ અરવિંદ લાડાણીએ માણાવદરના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું. 2010 માં ચાવડા કોંગ્રેસ ચોડીને ભાજપમાં જોડાતા પેટા ચૂંટણી કરવી પડી હતી. હવે લાડાણીને લીધે પેટા ચૂંટણી આવી પડી છે.

તે વખતે લાડાણી કોંગ્રેસમાંથી અને ચાવડા ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા હતા. જોકે આ વખતે ભાજપે લાડાણીને ટિકીટનું વચન આપ્યું હોવાથી તેમની ઉમેદવારી નક્કી મનાય છે. બીજીતરફ આ સીટ પરથી લડવા જવાહર ચાવડા તત્પર છે. જેથી તે ભાજપથી નારાજ છે અને કંઈપણ નવાજૂની કરે તો નવાઈ નહી.

14 માર્ચે માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના જવાહર ચાવડીની ગેરહાજરી નજરે ચડી હતી. જેને પગલે તેમની નારાજગીની ચર્ચા શરૂ થઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા…

આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….