ગુજરાત/ નિકોલમાં અપહરણ કરનાર ટોળકી ઝડપાઇ, યુવકનો બચાવ

અમદાવાદ: શહેરમાં એક યુવકનું અપહરણ કરનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી અપહ્યત યુવકને પોલીસે હેમખેમ છોડાવ્યો.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 05 23T145812.141 નિકોલમાં અપહરણ કરનાર ટોળકી ઝડપાઇ, યુવકનો બચાવ

અમદાવાદ: શહેરમાં એક યુવકનું અપહરણ કરનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી. પોલીસની ત્વરિત કામગીરીને પગલે અપહ્યત યુવકને પોલીસે હેમખેમ છોડાવ્યો. પોલીસે અપહરણકારોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ નિકોલમાં એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. લાંબા સમય સુધી ગુમ થયેલ યુવક ઘરે પરત ના ફરતા પરિવારજનોને ચિંતા પેઠી. આ મામલે અંતે પોલીસની મદદ લેવામાં આવી. પરિવારજનોને શંકા હતી કે યુવકનું અપહરણ કરવામાં આવ્યું હોઈ શકે. આથી લાંબા સમય સુધી યુવક ઘરે પરતના ફરતા પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે યુવકની શોધખોળ આદરી. અંતે તેમને સફળતા મળી. અને અપહરણ થયેલ યુવકના ખબર મળ્યા. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરતા યુવકનું અપહરણ કરનાર ટોળકીને પકડી પાડી. તપાસમાં સામે આવ્યું કે આ ટોળકીએ જૂની અદાવતના કારણે યુવકનું અપહરણ કર્યું હતું. પોલીસે યુવકના અપહરણ મામલે કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જજનો શ્વાન થયો ગુમ…તો 14 લોકો સામે નોંધાવી FIR, જાણો શું છે મામલો

 આ પણ વાંચો: કેજરીવાલની નિષ્પક્ષ તપાસની માંગ પર સ્વાતિ માલીવાલે આપી પ્રતિક્રિયા, નિર્ભયાની માતાનો વીડિયો જોઈ થઈ ભાવુક

 આ પણ વાંચો: પુણે પોર્શ કેસમાં સગીર આરોપીના જામીન રદ, જુવેનાઈલ હોમમાં મોકલવાયો, પુખ્ત વયનો ગણવો કે નહિ કોર્ટે લેશે નિર્ણય