Not Set/ ઓપરેશન નામકરણ : છેલ્લા એક વર્ષમાં મોદી સરકારે બદલ્યા ૨૫ જગ્યાઓના નામ, હજી પણ છે ઘણા પેન્ડિગ

નવી દિલ્હી, કેન્દ્રમાં સત્તા પર રહેલી મોદી સરકારે જાણે દેશભરના શહેરો અને ગામોના નામ બદલવાનું એક બીડું ઉપાડ્યું હોય તે જોવા મળી રહ્યું છે. કારણ કે જોવામાં આવે તો, કેન્દ્ર સરકારે છેલ્લા એક વર્ષમાં ઓછામાં ઓછા ૨૫ શહેરો અને ગામોના નામ બદલવાના પ્રસ્તાવને લીલીઝંડી આપી છે. જો કે હજી ઘણા નામ બદલવાના પ્રસ્તાવ સરકાર પાસે […]

Top Stories India Trending
prayagraj ઓપરેશન નામકરણ : છેલ્લા એક વર્ષમાં મોદી સરકારે બદલ્યા ૨૫ જગ્યાઓના નામ, હજી પણ છે ઘણા પેન્ડિગ

નવી દિલ્હી,

કેન્દ્રમાં સત્તા પર રહેલી મોદી સરકારે જાણે દેશભરના શહેરો અને ગામોના નામ બદલવાનું એક બીડું ઉપાડ્યું હોય તે જોવા મળી રહ્યું છે. કારણ કે જોવામાં આવે તો, કેન્દ્ર સરકારે છેલ્લા એક વર્ષમાં ઓછામાં ઓછા ૨૫ શહેરો અને ગામોના નામ બદલવાના પ્રસ્તાવને લીલીઝંડી આપી છે.

જો કે હજી ઘણા નામ બદલવાના પ્રસ્તાવ સરકાર પાસે પાસે પેન્ડિંગ છે. જેમાં પશ્ચિમ બંગાળનું નામ “બાંગ્લા” કરવાનું પણ શામેલ છે.

Image result for modi government
national-government-approves-renaming-25-places-past-one-year-pending

સુત્રોના જણાવ્યા અનુસારજે વિસ્તારોના નામ બદલી દેવામાં આવ્યો છે તે લિસ્ટમાં ઉત્તર પ્રદેશના અલાહાબાદ અને ફૈઝાબાદ નવીનતમ વધારો છે, ત્યારે ગુજરાતમાં પણ હવે અમદાવાદના નામકરણની પ્રક્રિયા ઝડપી બની છે. ગુજરાતના મુખ્યમંત્રી  વિજય રૂ રુપાણીએ જણાવ્યું હતું કે, સરકાર અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા માટે વિચારણા કરી રહી છે.

બીજી બાજુ કેટલાક પ્રસ્તાવોને કેન્દ્ર સરકારની મંજૂરીની રાહ છે. જેમાં પશ્વિમ બંગાળનું નામ ‘બાંગ્લા’ કરવાનો પ્રસ્તાવ પણ સામેલ છે. આ પ્રક્રિયા ઘણી લાંબી છે અને જેમાં કેટલાક કેન્દ્રીય મંત્રાલય અને વિભાગ પણ શામેલ હોય છે.

ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ એજન્સીને જણાવ્યું કે, “કેન્દ્રીય ગૃહ મંત્રાલયે છેલ્લા એક વર્ષમાં દેશના વિવિધ ક્ષેત્રોમાં ૨૫ શહેરો અને ગામોના નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે”.

અલાહાબાદનો પ્રસ્તાવ હજી પેન્ડિંગ

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “અલાહાબાદનું નામ પ્રયાગરાજ અને ફૈઝાબાદનું નામ અયોધ્યા કરવાના પ્રસ્તાવને હજુ સુધી ઉત્તરપ્રદેશ સરકારે મંત્રાલયને મોકલ્યા નથી. કેટલાક મંજૂર થયેલ નામ પરિવર્તન પ્રસ્તાવોમાંથી કેટલાક છે :

આંધ્ર પ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લામાં રાજામુંદરીનું નામ રાજામહેન્દ્રવર્મન, આઉટર વ્હીલર આઇલેન્ડનું નામ એપીજે અબ્દુલ કલામ દ્વીપ, કેરળના માલાપ્પુરા જિલ્લામાં અરિક્કોડને અરીકોડ, હરિયાણામાં જીંદ જિલ્લાના પિંડારીને પાંડુ પિંડારા, નગાલેન્ડના ખિફિરા જિલ્લામાં સનફુર નામ સામફુરે કરવાનો પ્રસ્તાવ પણ શામેલ છે.

આ સિવાય મહારાષ્ટ્રમાં સાંગલી જિલ્લામાં લંગડેવાડીનું નામ નરસિંહગાંવ, હરિયાણામાં રોહતક જિલ્લામાં સાંપલાનું નામ ચૌધરી સર છોટુરામ નગર કરવાનો પ્રસ્તાવ પણ શામેલ છે.