રાજસ્થાનમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ દરોડા પાડવા માટે પહોંચી હતી, પરંતુ ACBની ટીમ દરોડા પાડે એ પહેલા જે બન્યું તે જાણીને સૌ કોઈ ચકિત થઇ જાય એવી એક ઘટના સામે આવી છે. હકીકતમાં, રાજસ્થાનમાં ACBની ટીમે બુધવારે પિંડવાડા રેવન્યુ ઇન્સ્પેક્ટર પરબતસિંહની એક લાખ રૂપિયાની લાંચ લેતાં ધરપકડ કરી હતી. આ માહિતી બ્યુરોના વરિષ્ઠ અધિકારીએ હતી. જો કે ત્યારબાદ આરોપી પરબતસિંહે પિંડવારાના ત તહસિલદારે કલ્પેશ કુમાર જૈન માટે લાંચની રકમ સ્વીકારી લીધા બાદ ACBની ટીમ તેની ધરપકડ કરવા માટે પહોંચી હતી, પરંતુ આ સમયે તેણે તેના ઘરના દરવાજા બંધ કર્યા હતા અને આશરે 20 લાખની ભારતીય ચલણની નોટ પણ બાળી નાખી હતી.
આ પણ વાંચો : દિલ્હી પોલીસ એન્કાઉન્ટરમાં ઝડપાયા બે ઇનામી બદમાશો, બંનેના પગમાં વાગી ગોળી
ACBના ડરે આરોપી પરબતસિંહે આ કર્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ તેમણે માહિતી આપી હતી કે, તહેસિલદારની ધરપકડ કરવામાં આવી છે. ગેસના ચૂલામાં 500 રૂપિયાની નોટો બાળી નાખવા તહસિલદારે પ્રયાસ કર્યો હતો.
આ ઘટના અંગે બ્યુરોના ડિરેક્ટર જનરલ ભગવાન લાલ સોનીએ જણાવ્યું હતું કે, પિંડવાડામાં ફરિયાદી પાસેથી કુદરતી પેદાશ આમલાની છાલનો કરાર મેળવવા બદલ આરોપી તહસિલદાર કલ્પેશ જૈને રેવન્યુ ઇન્સ્પેક્ટર પરબતસિંહ મારફત એક લાખ રૂપિયાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ફરિયાદી પાસેથી એક લાખ રૂપિયાની લાંચ લેતા આરોપી પરબતસિંહની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે તહસિલદાર કલ્પેશકુમાર જૈનની સંડોવણી બાદ જ્યારે બ્યુરોની ટીમ તેની ધરપકડ કરવા પહોંચી ત્યારે તેણે ઘરના દરવાજાને અંદરથી તાળા મારીને ગેસના ચૂલા ઉપર 15-20 લાખ રૂપિયાની રકમને બાળવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો :અણધારી આવેલી આફત સામે ઓચિંતા લેવાયા પગલા, છતાં હતાં ત્યાં ને ત્યાં, જાણો એક વર્ષનો ઘટનાક્રમ
પોલીસની મદદથી એસીબીની ટીમે અંદર પ્રવેશ કર્યો હતો
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ACBની ટીમે સ્થાનિક પોલીસની મદદથી ઘર પ્રવેશ કર્યો હતો. આ સમયે એક લાખ 50 હજાર રૂપિયા તહેસિલદારના નિવાસસ્થાનની તપાસ કરતા મળી આવ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે આરોપીના રહેઠાણ અને અન્ય સ્થળોની શોધખોળ ચાલુ છે અને આ મામલે કેસ નોંધવામાં આવી રહ્યો છે અને આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :દિલ્હીમાં પરિસ્થિતી ચિંતાજનક, 24 કલાકમાં 1254 નવા કેસ નોંધાયા, 105 નવા કન્ટેન્મેન્ટ ઝોન બનાવ્યા