Not Set/ નાગપુર: ટ્રાફિક પોલીસ પ્રજાની સેવા તરીકે નહિ પણ ભક્ષક તરીકે જોવા મળી

નાગપુર પોલીસ સેવા, સુરક્ષા અને શાંતિ માટે હોય છે. પરંતુ સોશિયલ મિડીયામાં વાઇરલ થયેલા એક વિડીયોમાં પોલીસની છાપ પ્રજાની સેવક તરીકે નહીં પણ ભક્ષક તરીકે જોવા મળી છે. સોશિયલ મિડીયામાં વાઇરલ થયેલો વિડીયો નાગપુરમાં આવેલા એક રોડ પરની છે. ઘટના એવી છે કે શહેરના એક  રોડ પર ટ્રાફિકને કારણે ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોને ટ્રોઇંગ માં […]

India
nagpur નાગપુર: ટ્રાફિક પોલીસ પ્રજાની સેવા તરીકે નહિ પણ ભક્ષક તરીકે જોવા મળી

નાગપુર

પોલીસ સેવા, સુરક્ષા અને શાંતિ માટે હોય છે. પરંતુ સોશિયલ મિડીયામાં વાઇરલ થયેલા એક વિડીયોમાં પોલીસની છાપ પ્રજાની સેવક તરીકે નહીં પણ ભક્ષક તરીકે જોવા મળી છે.

સોશિયલ મિડીયામાં વાઇરલ થયેલો વિડીયો નાગપુરમાં આવેલા એક રોડ પરની છે. ઘટના એવી છે કે શહેરના એક  રોડ પર ટ્રાફિકને કારણે ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોને ટ્રોઇંગ માં જપ્ત કરવામાં આવે છે.

જેમાં પોલીસે એક એકટિવાને ટ્રોઇંગમાં મૂકે છે. જો કે આ એકટિવા એક સિનિયર સિટીઝન નાગરિકનું છે. એકટિવા ટ્રોઇંગ વાનમાંથી નીચે ઉતારવા માટે સિનિયર સિટીઝન ટ્રાફિક પોલીસને રીતસર કગરે છે. હાથ પણ જોડે છે. પરંતુ માત્ર કહેવાતા પ્રજાના રક્ષક એવા ટ્રાફિક પોલીસ સિનિયર સિટીઝનને ગાલ પર જોરદાર લાફો ઝીંકી દે છે.

ચોંકાવનારી બાબત એ હતી કે લોકો તમાસો જોઈ રહ્યાં હતો. તો કેટલાક લોકો ઘટનાનો વિડિયો શુંટીંગ કરતા હતા.પણ એકપણ વ્યત્કિએ સીનીયર સીટીજનને બચાવવાનો પ્રયાસ પણ નહતો કર્યો. સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વિડીયો કેટલો જુનો છે તે હજુ સુંધી બહાર આવ્યું નથી.