નવી દિલ્હી/ યુપીમાં ચાલતી ચહલપહલને લઈ PM મોદી – સીએમ યોગી વચ્ચે થઇ મહત્વની મુલાકાત

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે 7, લોક કલ્યાણ ખાતે આવેલ તેમના અધિકારિક નિવાસ સ્થાને મુલાકાત કરી. આ દરમિયાન ખુશી વ્યક્ત કરતાં તેમણે પીએમ મોદીનો આભાર માન્યો.

Top Stories India
A 166 યુપીમાં ચાલતી ચહલપહલને લઈ PM મોદી - સીએમ યોગી વચ્ચે થઇ મહત્વની મુલાકાત

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે 7, લોક કલ્યાણ ખાતે આવેલ તેમના અધિકારિક નિવાસ સ્થાને મુલાકાત કરી. આ દરમિયાન ખુશી વ્યક્ત કરતાં તેમણે પીએમ મોદીનો આભાર માન્યો.

યુપીના સીએમ યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને કહ્યું કે, આજે નવી દિલ્હીમાં મને આદરણીય વડા પ્રધાન તરફથી સૌજન્ય મુલાકાત અને માર્ગદર્શન મેળવવાનો લહાવો મળ્યો છે. મારી વ્યસ્ત દિનચર્યાને પહોંચી વળવા મને સમય અને આત્મીય માર્ગદર્શન આપવા બદલ આદરણીય વડા પ્રધાનનો હાર્દિક આભાર. સીએમ યોગીએ પીએમ મોદી સાથેની તેમની આજની બેઠકની તસવીર પોસ્ટ કરી છે.

દોઢ કલાકથી વધુ સમય બેઠક બાદ વડા પ્રધાનના નિવાસસ્થાનની બહાર નીકળેલા મુખ્ય પ્રધાન યોગી  આદિત્યનાથે પત્રકારો સાથે કોઈ વાતચીત ન કરતા અને સીધા ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા તેમના નિવાસસ્થાને ગયા હતા. બે દિવસીય મુલાકાતે દિલ્હી આવેલા યોગી આદિત્યનાથે ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે લગભગ દોઢ  કલાક સુધી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, નડ્ડાને મળ્યા બાદ યોગી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે.

આ બેઠકો દ્વારા પક્ષના ધારાસભ્યો અને કાર્યકરોની નારાજગી દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે જ સમયે, ભાજપ તેના પૂર્વ સાથીઓને પણ સાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગુરુવારે યોગી આદિત્યનાથ સાથેની મુલાકાત દરમિયાન ‘અપના દળ’ ના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અનુપ્રિયા પટેલ પણ અમિત શાહને મળવા પહોંચ્યા હતા. પટેલ વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં પ્રથમ કાર્યકાળમાં કેન્દ્ર સરકારમાં પ્રધાન હતા.

આદિત્યનાથ અચાનક દિલ્હી પહોંચ્યા અને કેન્દ્રીય નેતાઓ સાથે મુલાકાત બાદ એકવાર  ફરીથી રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તારની અટકળો તેજ થઈ ગઈ છે. આ અટકળોને ત્યારે વધારે બળ મળ્યું જ્યારે સૂત્રોએ એવો દાવો કર્યો કે નડ્ડાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી અને એક દિવસ પહેલા જ ભાજપમાં સામેલ થયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ, મુખ્યમંત્રી આદિત્યનાથને મળ્યા. નડ્ડા અને પ્રધાનમંત્રી વચ્ચેની મુલાકાતની કોઈ અધિકૃત જાણકારી અપાઈ નથી પરંતુ પ્રસાદે મુખ્યમંત્રી સાથે થયેલી મુલાકાતને શિષ્ટાચાર ભેટ ગણાવી હતી.

અચાનક યોગી આદિત્યનાથના દિલ્હી પ્રવાસને લઈ અનેક આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથે તેમની આ મુલાકાત ઉત્તર પ્રદેશના અનેક મુદ્દાઓ પર થઈ શકે છે. આ મુલાકાતોમાં પંચાયત ચૂંટણીમાં પાર્ટીનું, આગામી વિધાનસભા ચૂંટણી અને વેક્સીનેશન જેવા મુદ્દાઓ મુખ્ય હશે. ઉત્તર પ્રદેશમાં હાલમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ અંગે પણ ચર્ચા થઈ શકે છે.

યોગી આદિત્યનાથી દિલ્હી મુલાકાતનું એક વિશેષ કારણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અગ્રણી નેતા જિતિન પ્રસાદ હોવાનું પણ કહેવાય છે. જિતિન પ્રસાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં એક મોટો બ્રાહ્મણ ચહેરો છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપને રીસેટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે તેવી સંભાવના છે.