રથયાત્રા/ અમદાવાદમાં રથયાત્રા નીકળશે કે નહિ? જાણો શું કહ્યું રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે કે નહિ તે અંગે હજી અટકળો ચાલી રહી છે. ગત વર્ષે કોરોના સંક્રમણને કારણે જગન્નાથની રથયાત્રા ભક્તો વગર નીકળી હતી.

Top Stories Ahmedabad Gujarat
A 165 અમદાવાદમાં રથયાત્રા નીકળશે કે નહિ? જાણો શું કહ્યું રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે કે નહિ તે અંગે હજી અટકળો ચાલી રહી છે. ગત વર્ષે કોરોના સંક્રમણને કારણે જગન્નાથની રથયાત્રા ભક્તો વગર નીકળી હતી. શહેરમાં ફરવાને બદલે રથયાત્રાને મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવી હતી. ત્યારે આ વર્ષે રથયાત્રા નીકળશે કે નહિ તે મોટો પ્રશ્ન છે. આ અંગે બેઠકોનો દોર શરૂ થયો છે.  દરમિયાન ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.તો પ્રોટોકોલ સાથે જળયાત્રા યોજાશે.રથયાત્રાને લઈ આગામી સમયમાં નિર્ણય કરવામાં આવશે.

ગાંધીનગરમાં ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.બેઠકમાં સંગઠનની કામગીરી અને આગામી કાર્યક્રમોની રણનીતિ ઘડવામાં આવી. તો વડોદરામાં પેટ્રોલ- ડિઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.દરમિયાન કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરાઈ. રાજકોટના રૈયાધાર વીજ કનેક્શન કપાતા લોકોએ વિરોધ નોંધાવ્યો.

આ પણ વાંચો :વડોદરામાં નશામાં ધુત યુવક મિત્રએ દુષ્કર્મ આચરતા 19 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત

આ બધા વચ્ચે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા આજે જમાલપુરના જગન્નનાથ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજીને રથયાત્રાના આયોજન અંગે ચર્ચા કરી છે. રથયાત્રા કાઢવી કે કેમ? જો કાઢવામાં આવે તો કેવી રથયાત્રા નિકળશે વગેરે બાબતો અંગે ચર્ચા થઇ છે. આ બેઠક બાદ પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રાના આયોજન અંગે મહત્વનું નિવેદન આપ્યુ.  તેમણે જણાવ્યુ હતુ કે, કોરોનાની પરિસ્થિતને જોઈ રથયાત્રાના આયોજન અંગે નિર્ણય લેવાશે.

આ પણ વાંચો :હરિયાણામાં ઘટી કાળજું કંપાવનારી ઘટના, 10 વર્ષની બાળકી પર 7 છોકરાઓએ આચર્યો ગેંગરેપ

આ સિવાય તેમણે કહ્યું કે રથયાત્રા પહેલા જે પરંપરાગત જળયાત્રા નિકળે છે, તે યોજાશે. આ જળયાત્રા બને તેટલા ઓછા લોકો અને કોરોના ગાઇડલાઇનના પાલન સાથે નિકળશે. બીજી બાજૂ જગન્નાથ મંદિરમાં યોજાયેલી બેઠક બાદ મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યુ હતુ કે, કોરોનાના સંક્રમણને ધ્યાને રાખી રથયાત્રા અંગે નિર્ણય લેવાશે. અમદાવાદમાં રથયાત્રાનું આયોજન થાય તે મારી નહીં પણ બધાની લાગણી છે. ગઇકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું હતું કે રથયાત્રા માટેનો નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવશે.

આ પણ વાંચો : કોરોનાની ત્રીજી લહેરને લઈ સરકાર સતર્ક, વેપારીઓ માટે પણ રસીકરણ અભિયાન બનાવાયું સખ્ત