Not Set/ SBI ગ્રાહકો માટે કામના સમાચાર, આ તારીખ સુધી મફતમાં મળશે નવું એટીએમ કાર્ડ

નવી દિલ્હી, દેશના સૌથી મોટા સાર્વજનિક બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI)એ પોતાના ગ્રાહકોને 31 ડિસેમ્બર પહેલાં પોતાના મેગ્નેટિક સ્ટ્રિપ એટીએમ કમ ડેબિટ કાર્ડને ઇએમવી ચિપ આધારિત કાર્ડ વડે બદલવા માટે કહ્યું છે. કાર્ડ સાથે સંકળાયેલી છેતરપિંડીથી ગ્રાહકોની રક્ષા માટે ભારતીય રિઝર્વ બેંકે બેંકોને ફક્ત ચિપ આધારિત અને પિન સક્ષમ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવા માટે […]

Top Stories Business
SBI business SBI ગ્રાહકો માટે કામના સમાચાર, આ તારીખ સુધી મફતમાં મળશે નવું એટીએમ કાર્ડ

નવી દિલ્હી,

દેશના સૌથી મોટા સાર્વજનિક બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI)એ પોતાના ગ્રાહકોને 31 ડિસેમ્બર પહેલાં પોતાના મેગ્નેટિક સ્ટ્રિપ એટીએમ કમ ડેબિટ કાર્ડને ઇએમવી ચિપ આધારિત કાર્ડ વડે બદલવા માટે કહ્યું છે. કાર્ડ સાથે સંકળાયેલી છેતરપિંડીથી ગ્રાહકોની રક્ષા માટે ભારતીય રિઝર્વ બેંકે બેંકોને ફક્ત ચિપ આધારિત અને પિન સક્ષમ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવા માટે કહ્યું છે.

aa Cover 4u70uaphr0u0pts0lbk5t9j3n6 20170707022600.Medi e1535376562923 SBI ગ્રાહકો માટે કામના સમાચાર, આ તારીખ સુધી મફતમાં મળશે નવું એટીએમ કાર્ડ

ઇએમવી ચિપ કાર્ડ ડુપ્લીકેટ કાર્ડ બનાવીને થનાર છેતરપિંડીથી બચાવે છે. ઇએમવી કાર્ડ અને પિન સુવિધા ગ્રાહકોને કાર્ડ ખોવાઇ જવાની અને ચોરી સાથે સંકળાયેલી છેતરપિંડી અને ડુપ્લીકેટ બનાવીને છેતરપિંડીથી રક્ષા કરે છે.

dbtcrd e1535376454948 SBI ગ્રાહકો માટે કામના સમાચાર, આ તારીખ સુધી મફતમાં મળશે નવું એટીએમ કાર્ડ

એસબીઆઇએ પોતાના ટ્વિટમાં કહ્યું કે પ્રિય ગ્રાહક આ ફેરફારનો સમય છે. આરબીઆઇના દિશા-નિર્દેશો અનુસાર 2018ના અંત સુધી તમને તમારા મેગસ્ટ્રિપ ડેબિટ કાર્ડને ઇએમવી ચિપ ડેબિટ કાર્ડ સાથે બદલવાની જરૂર છે. તેના માટે તમારે કોઇપણ ચાર્જ ચૂકવવાનો નથી. જૂન અંત સુધી એસબીઆઇએ 28.9 કરોડ એટીએમ સહ ડેબિટ કાર્ડ ઇશ્યૂ કર્યા છે, જેમાંથી મોટાભાગના ચિપ આધારિત કાર્ડ છે. કેટલાક અન્ય બેંક પણ મેગસ્ટ્રિપ કાર્ડને ઇએમવી કાર્ડ સાથે બદલી રહ્યા છે.

 

કાર્ડનો આ રીતે કરો ઉપયોગ નહી થાય છેતરપિંડી

 

એટીએમ કાર્ડ ગોપનીય રીતે વધુ સુરક્ષિત રાખો.

કાર્ડ પર પાસવર્ડ લખવાની ભૂલ ન કરો.

દરેક લેણદેણ પુરી થયા અથવા અધુરી રહ્યા બાદ એટીએમમાં આપવામાં આવેલા ‘કેન્સલ’ બટન જરૂર દબાવો.

પ્રત્યેક લેણદેણની સાથે મિની સ્ટેટમેંટ જરૂર લો જેથી તમારી પાસે રેકોર્ડ રહે.

કાર્ડ ગુમ અથવા ચોરી થતાં બેંકને તાત્કાલિક સૂચના આપીને બ્લોક કરાવી દો.

બેંકની એસએમએસ એલર્ટ સર્વિસ સબસ્ક્રાઇબ કરો.

પાસવર્ડ સમય-સમય પર બદલતા રહો.

પાસવર્ડ નાખતી વખતે કોઇની નજર ન પડે એટલા માટે વળીને અથવા મશીનને અડીને ઉભા રહો.

એટીએમ કાર્ડ કામ ન કરતાં અલગ-અલગ મશીનો પર અજમાવશો નહી.

અપરિચિત અથવા અજાણ્યા વ્યક્તિને કાર્ડ ક્યારેય ન આપો.

એટીએમ ઉપયોગ દ્વારા અપરિચિતોની મદદ ન લો.

એવા એટીએમનો ઉપયોગ નકરો જ્યાં પુરતો પ્રકાશ ન હોય, સુરક્ષાનો અભાવ હોય અથવા સુમસામ જગ્યા હોય.

જે એટીએમ પર સિક્યોરિટીની વ્યવસ્થા હોય, એવા એટીએમનો પ્રયોગ કરો.