હુમલો/ ગોંડલ જેલચોકમાં ગાળો બોલવાની ના પાડતાં મહિલા પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો

ગોંડલ શહેરના જેલ ચોક ખાતે પાઉંભાજી ની લારીએ ગાળો બોલી રહેલા ત્રણ શખ્સોને મહિલાએ ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઈ જઈ મહિલાના માથામાં લાકડાનો ધોકો મારી દેતા ગંભીર હાલતમાં ગોંડલ બાદ

Gujarat
mahila humlo ગોંડલ જેલચોકમાં ગાળો બોલવાની ના પાડતાં મહિલા પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો

વિશ્વાસ ભોજાણી, ગોંડલ@ મંતવ્ય ન્યૂઝ

ગોંડલ શહેરના જેલ ચોક ખાતે પાઉંભાજી ની લારીએ ગાળો બોલી રહેલા ત્રણ શખ્સોને મહિલાએ ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઈ જઈ મહિલાના માથામાં લાકડાનો ધોકો મારી દેતા ગંભીર હાલતમાં ગોંડલ બાદ રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

mahila humlo 2 ગોંડલ જેલચોકમાં ગાળો બોલવાની ના પાડતાં મહિલા પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો

ગોંડલ જેલ ચોક ખાતે ગીરીશભાઈ સરવૈયાના ચાલી રહેલ કન્ટ્રકશન કામનું રખોપું કરતા, મૂળ કાલાવડ તાલુકાના નાના વડાળા ગામના નરેન્દ્રભાઈ ભાવાભાઈ ચંદ્રપાલ અને તેમની સાથે રહેતા મીનાબેન કનુભાઈ સાડમિયા ઉ.વ. 32 રાત્રિના કન્સ્ટ્રક્શન સાઇટ ની પાસે હતા. ત્યારે શ્રીનાથજી પાઉંભાજીની લારીએ મનસુખ અનુદયાગીરી ગોસ્વામી, અનિલ ઉર્ફે ભૂરો મુન્નો ગોલતર રહે વોરાકોટડા તેમજ દિનેશ ઉર્ફે દલો કુંભાભાઈ ગોલતર ઘસી આવ્યા હતા.

mahila humlo 3 ગોંડલ જેલચોકમાં ગાળો બોલવાની ના પાડતાં મહિલા પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો

બેફામ ગાળો બોલતા હોય ગાળો બોલવાની મેંનાબેને ના પાડતા ઉશ્કેરાઈ લાકડાનો ધોકો માથામાં મારી દેતાં ગંભીર ઇજા સાથે ગોંડલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા તેમજ મેનાબેન ની સાથે નરેન્દ્ર ભાઈ ને પણ માર માર્યો હોય ઇજા થવા પામી હતી ઉપરોક્ત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

kalmukho str ગોંડલ જેલચોકમાં ગાળો બોલવાની ના પાડતાં મહિલા પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો