જસદણમાં પેટા ચૂંટણીને પગલે ગુજરાતના રાજકારણમાં ગરમી વ્યાપેલી છે. ભાજપ અને કોંગ્રેસનું પ્રચાર અભિયાન જોર-શોરથી ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પણ બંને પક્ષો ખુબ એક્ટિવ છે.
જસદણ કોંગ્રેસ દ્વારા ચૂંટણીમાં પ્રચાર માટે બનાવવામાં આવેલા બે ફેસબૂક પેજ કોઈ હેકરે હેક કરી લેતા આક્ષેપ-પ્રતિ આક્ષેપનો સિલસિલો શરુ થઇ ગયો છે. ફેસબૂક પેજ હેકિંગ મામલે કોંગ્રેસ દ્વારા ભાજપ પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે.
હેકરે બંને પેજ હેક કરીને ડીલીટ પણ કરી નાખ્યા હતા. હેકરે પેજ હેક કરીને પેજના કોંગ્રેસી એડમીનને હટાવી દીધો હતો. કોંગ્રેસ દ્વારા આ મામલે ભાજપ પર આક્ષેપ કરતો મેસેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે, બુધવારે કુંવરજી બાવળિયાનો કથિત ઓડિયો પણ વાયરલ થયો હતો, જેમાં બાવળીયા અપક્ષ ઉમેદવારોને વધારે મત ન તોડવા કહી રહ્યા હતા.