Business/ સોના-ચાંદીના ભાવમાં સતત પાંચમાં દિવસે પણ નોધાયો ઘટાડો…

ભારતીય બજારમાં સોના અને ચાંદીના સતત  ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી ભાવમાં સતત ઘટાડો નોધાયો છે. દિલ્હી બુલિયન માર્કેટમાં આજે શુક્રવારે સોનાનો ભાવ

Top Stories Business
gold સોના-ચાંદીના ભાવમાં સતત પાંચમાં દિવસે પણ નોધાયો ઘટાડો...

ભારતીય બજારમાં સોના અને ચાંદીના સતત  ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી ભાવમાં સતત ઘટાડો નોધાયો છે. દિલ્હી બુલિયન માર્કેટમાં આજે શુક્રવારે સોનાનો ભાવ આજે 165 રૂપિયા ઘટીને પ્રતિ 10 ગ્રામ દીઠ 48807 રૂપિયા થયા છે. તો ચાંદીનો ભાવ પણ 420 રૂપિયા તૂટીને 59,840 રૂપિયા પ્રતિ 1 કિગ્રા થયો હતો. આમ છેલ્લા પાંચ દિવસમાં દિલ્હી ખાતે સોનાના ભાવમાં 1700 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

ઘરઆંગણે સોના-ચાંદીના ભાવ ઘટવાનુ મુખ્ય કારણ વૈશ્વિક બુલિયન બજારમાં આવેલ મંદી છે. હાલ કોરોના વેક્સીન ટુંક સમયમાં મળવાના આશાવાદ વચ્ચે બુલિયન બજારમાંથી રોકાણકારો પાછા ફરી રહ્યા છે અને તેની સીધી અસરે શેરબજારમાં તેજી આવી છે. ઉપરાંત હાલ સ્થાનિક બજારમાં સોના-ચાંદીમાં અપેક્ષા મુજબની રિટેલ ઘરાકી જોવા મળી રહી છે. જેના લીધે પણ બંને કિંમતી ધાતુના ભાવ પર દબાણ આવ્યુ છે.

આજે અમદાવાદ ઝવેરી બજારમાં પણ સોનું 51,000 હજારની મહત્વપૂર્ણ સપાટી તોડી સાડા મહિનાની નીચી સપાટીને સ્પર્શ્યા હતા. અમદાવાદમાં આજે સોનાનો ભાવ 200 રૂપિયા ઘટીને પ્રતિ 10 ગ્રામ દીઠ ભાવ 51,000 રૂપિયાની નીચે 50,800 થયો છે. જે સાડા ચાર મહિનાનો સૌથી નીચો ભાવ છે. તો ચાંદીના ભાવ પણ 200 રૂપિયા ઘટીને પ્રતિ 1 કિગ્રા દીઠ 61,300 રૂપિયા થયા છે. ચાલુ સપ્તાહના પાંચ દિવસની અંદર સોનું પ્રતિ 10 ગ્રામ દીઠ 1600 રૂપિયા અને ચાંદી ચાંદી 2200 રૂપિયા સસ્તા થયા છે.