Not Set/ અમદાવાદ: યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ મામલે નવો વળાંક

અમદાવાદમાં સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ અપહરણ કરી બે શખ્સોએ ચાલુ કારમાં યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે એક નવો વળાંક સામે આવ્યો છે. યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની વાત શંકાના ઘેરામાં છે. નિવેદનમાં વિરોધાભાસ. પોલીસ સમક્ષ યુવતીએ નોંધાવેલા નિવેદનમાં વિરોધાભાસ ઉભો થયો છે. અગાઉ પણ યુવતી સાથે દુષ્કર્મ થયાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં […]

Top Stories Gujarat Trending
Manesar gangraperapeinamovingcar અમદાવાદ: યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ મામલે નવો વળાંક

અમદાવાદમાં સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ અપહરણ કરી બે શખ્સોએ ચાલુ કારમાં યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે એક નવો વળાંક સામે આવ્યો છે. યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની વાત શંકાના ઘેરામાં છે.

નિવેદનમાં વિરોધાભાસ.

પોલીસ સમક્ષ યુવતીએ નોંધાવેલા નિવેદનમાં વિરોધાભાસ ઉભો થયો છે. અગાઉ પણ યુવતી સાથે દુષ્કર્મ થયાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માર્ચ મહિનામાં થયેલ દુષ્કર્મ અને ઘટનાસ્થળની વાતોમાં પણ શંકા છે. યુવતીએ બોયફ્રેન્ડ અને તેના મિત્ર પર આક્ષેપ લગાવ્યા છે. યુવતી કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. તેનો એક બોયફ્રેન્ડ પણ હતો. બોયફ્રેન્ડની એક્સ ગર્લફ્રેન્ડની આ યુવતીને મોબાઇલમાં ઘણી ધમકીઓ આવતી હતી.

આ વિશે યુવતીએ પોતાના બોયફ્રેન્ડને પણ કરી હતી. યુવતીના બોયફ્રેન્ડે જવાબમાં એક કહ્યું કે તને મારા પર વિશ્વાસ છે કે તેની પર. આ બધી વાતો સાંભળીને યુવતી ફરી એના બોયફ્રેન્ડનું માનવા લાગી.

યુવતીના જણાવ્યા પ્રમાણે તેના બીભત્સ વીડિયો બનાવીને રૂ.50 હજાર માગ્યા હતા. યુવતીએ અન્ય એક યુવતી અને 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.અમદાવાદમાં યુવતીનું અપહરણ કરી દુષ્કર્મની ઘટના સામે આવી હતી. કારમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતુ.

સમગ્ર મામલે હાલ યુવતીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે. મળતી માહિતી મુજબ ઘોડાસર વિસ્તારમાં યુવતી રહે છે. માર્ચ મહિનામાં યુવતી નહેરુનગર સર્કલ પાસે સ્કૂટર લઈને ઊભી હતી.

ત્યારે કારમાં ચાર અજાણ્યા ઈસમો આવ્યા હતા અને યુવતીનું અપહરણ કરીને  બે શખ્સોએ ચાલુ ગાડીમાં બળાત્કાર ગુજાર્યો હતો. અન્ય શખ્સોએ તેનો મોબાઈલમાં વી‌ડિયો પણ ઉતારી લીધો હતો. એટલુ જ નહી યુવતીને લાકડીથી માર મારી તેનાં મોબાઈલ-પર્સ પણ લઈ લીધાં હતાં.

આ ઉપરાંત નરાધમોએ ધમકી આપી હતી કે જો આ બાબતે તે કોઈને કહેશે તો તેના બોયફ્રેન્ડ અને બહેનને મારી નાખશે. જેથી પોલીસે આ ઘટનાના પગલે  કાર્યવાહી હાથધરી છે.

શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતી યુવતીનું નહેરુનગર સર્કલથી ઝાંસીની રાણીના પૂતળાના સર્વિસ રોડ પર સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ અપહરણ કરી બે શખ્સોએ ચાલુ કારમાં બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી હતી.

આ ઘટના અંગે યુવતીએ તેનાં માતા-પિતાને વાત કરતાં તેઓ દ્વારા અભયમ્ હેલ્પલાઈનની મદદ લેવામાં આવી હતી. અભયમની ટીમ તેને લઈને ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા લઇ જતાં પોલીસે યુવતીની ફરિયાદ નોંધી હતી, જોકે બનાવની શરૂઆત સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઇ હોઈ ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશન ટ્રાન્સફર કરવામાં આવી છે. સેટેલાઈટ પોલીસે વૃષભ, યામિની, ગૌરવ દાલમિયા સહિતના લોકો સામે અપહરણ, બળાત્કાર, આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.