Not Set/ ફ્રીડમ ઓફ સ્પિચ પર શશી થરૂરે પીએમને લખ્યો પત્ર, કરી પોતાના મનની વાત

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરૂરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે વડા પ્રધાન મોદીને જનતાનો પક્ષ રાખવાનો આગ્રહ અને દેશમાં અભવ્યક્તિની સ્વતંત્રતાને બનાવી રાખવાની તેમની પ્રતિબદ્ધતાનાં આશ્વાસનની યાદ અપાવી. થરૂરે પોતાના પત્રમાં પીએમ મોદી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આપણી લોકશાહી આપણને કોઈની ટીકા કરવાનો […]

Top Stories India
assignment name in brief 2e2361f6 e607 11e9 bf1a 4811dd02bcdc ફ્રીડમ ઓફ સ્પિચ પર શશી થરૂરે પીએમને લખ્યો પત્ર, કરી પોતાના મનની વાત

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરૂરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે વડા પ્રધાન મોદીને જનતાનો પક્ષ રાખવાનો આગ્રહ અને દેશમાં અભવ્યક્તિની સ્વતંત્રતાને બનાવી રાખવાની તેમની પ્રતિબદ્ધતાનાં આશ્વાસનની યાદ અપાવી. થરૂરે પોતાના પત્રમાં પીએમ મોદી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આપણી લોકશાહી આપણને કોઈની ટીકા કરવાનો અધિકાર આપે છે. આવી સ્થિતિમાં, કોઈની ટીકાને રાજદ્રોહ તરીકે જોવું અથવા આવું કરનારાઓ સામે કેસ દાખલ કરવો ખોટું છે.

શશી થરૂરે આ સમગ્ર મામલાને ટ્વિટ કરીને પોતાની વાત સામે રાખી છે. પીએમ મોદીનાં એક જૂના ભાષણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે વર્ષ 2016 માં યુએસ કોંગ્રેસને સંબોધન કરતી વખતે પીએમ મોદીએ ભારતનાં બંધારણને પવિત્ર પુસ્તક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ભારતનું બંધારણ અહીં રહેતા તમામ નાગરિકોને માન્યતા, વાણી અને તમામ નાગરિકોની સમાનતાની સ્વતંત્રતાનો અધિકાર આપે છે. શશી થરૂરે વધુમાં લખ્યું છે કે, ભારતનાં નાગરિક તરીકે, અમે ઇચ્છીએ છીએ કોઇપણ ડર ભય વિના તમારા સમક્ષ રાષ્ટ્ર મહત્વથી જોડાયેલી વાતોને રાખી શકીએ, જેથી તમારા સુધી આ વાતો પહોચી અને પછી તમે તેના પર કોઇ નિર્ણય લઈ શકો.

અમને આશા છે કે તમે પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાને ટેકો આપશો જેથી ‘મન ની વાત’ ‘મૌનની વાત’ ન બને. આપને જણાવી દઈએ કે આ વર્ષે જુલાઈમાં દેશનાં કેટલાક લેખકો અને અન્ય મોટી હસ્તીઓએ પીએમ મોદીને પત્ર લખીને દેશમાં બનતી મોબ લિંચિંગની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીને લખેલા આ પત્ર પછી બિહારમાં આ તમામ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે મોબ લિંચિંગનાં વધતા જતા કેસો પર ચિંતા વ્યક્ત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લા પત્રો લખીને રામચંદ્ર ગુહા, મણિ રત્નમ અને અપર્ણા સેન સહિત આશરે 50 લોકો સામે એફઆઈઆર નોંધાઈ છે. આ માહિતી પોલીસે આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.