Not Set/ કોંગ્રેસની 14 ઉમેદવારોની યાદી સોમવારે થઈ જાહેર- બાપુનગરમાં હિમ્મતસિંહ પટેલને ટિકીટ આપી

કોંગ્રેસે આજે પોતાના પત્તા ખોલી નાખ્યા છે. બાકી રહેલા 17 ઉમેદવારોના નામોની પણ જાહેરાત કરી દીધી છે. જેમાં અમદાવાદ શહેરની બાપુનગર બેઠક પર વિરોધ છતાં પૂર્વ મેયર હિમ્મતસિંહ પટેલને ટિકીટ આપી છે. આ પહેલા હિમ્મતસિંહ પટેલ આજ બેઠક પરથી બે વાર વિધાનસભાની ચૂંટણી હારી ચુક્યા છે અને એક વાર લોકસભાની અમદાવાદ પૂર્વની બેઠક પરથી પણ […]

Top Stories
himmatsinh કોંગ્રેસની 14 ઉમેદવારોની યાદી સોમવારે થઈ જાહેર- બાપુનગરમાં હિમ્મતસિંહ પટેલને ટિકીટ આપી

કોંગ્રેસે આજે પોતાના પત્તા ખોલી નાખ્યા છે. બાકી રહેલા 17 ઉમેદવારોના નામોની પણ જાહેરાત કરી દીધી છે. જેમાં અમદાવાદ શહેરની બાપુનગર બેઠક પર વિરોધ છતાં પૂર્વ મેયર હિમ્મતસિંહ પટેલને ટિકીટ આપી છે. આ પહેલા હિમ્મતસિંહ પટેલ આજ બેઠક પરથી બે વાર વિધાનસભાની ચૂંટણી હારી ચુક્યા છે અને એક વાર લોકસભાની અમદાવાદ પૂર્વની બેઠક પરથી પણ પરાજિત થઇ ચુક્યા છે તેથી સ્થાનીક કાર્યકરોએ તેમને ઉમેદવાર બનાવવાનો વિરોધ કર્યો હતો છતાં કોંગ્રેસે તેમને જ રિપીટ કર્યા છે. આવી જ રીતે કોંગ્રેસે પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પર પણ વિરોધને અવગણીને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ સિવાય કોંગ્રેસે બનાસકાંઠા જિલ્લાની થરાદ વિધાનસભા બેઠક પર ડી. ડી. રાજપૂત, પાટણ જિલ્લાની ચાણસ્મા બેઠક પર રઘુ દેસાઇ, અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પરથી લાખા ભરવાડ અને અમદાવાદ શહેરની જમાલપુર બેઠક પરથી સાબિર કાબલીવાલાનાને ટિકીટ આપી છે. ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી સી. જે. ચાવડા અને અમદાવાદ શહેરની અસારવા બેઠક પર કનુભાઇ મકવાણાના નામની જાહેરાત કરી છે. ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે કોંગ્રેસ તરફથી હજી કેટલીક બેઠકો પર ઉમેદવારોના નામો જાહેર કરાયા નથી તેથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે તે બાકી રહેલી બેઠકો પર ભારતીય ટ્રાયબલ પાર્ટી જેવા કેટલાંક સ્થાનીક ઉમેદવારને સપોટ કરનાર છે.