ભાવનગર,
ભાવનગરમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. ભાવનગરના શિવાજી સર્કલ પાસેનો આ વીડિયો છે. જેમાં ઓટો રીક્ષામાં બે વિદ્યાર્થીઓ લટકતા નજરે જોઈ શકાય છે.
ત્યારે અકસ્માત સર્જાય તો જવાબદારી કોની એ એક પ્રશ્ન ઉભો થયો છે. અહી એક પ્રશ્ન એ પણ ઉભો થાઈ છે કે સબ સલામતી ના દાવો કરતી પોલીસના નજરની બહાર ઓટો ચાલક વિદ્યાર્થીઓ ભરેલી ઓટો રીક્ષા લઈને જઈ રહ્યા છે. ત્યારે વહેલી તકે આવા રીક્ષા ચાલકો સામે પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.