નિવેદન/ કોંગ્રેસ હાઈકમાન્ડે મારી વાત માની,ચૂંટણી સાથે મળીને લડીશું અને જીતીશું: સચિન પાયલોટ

કોંગ્રેસ હાઈકમાન્ડે આજે દિલ્હીમાં રાજસ્થાન કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી. જેમાં મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ હાઈકમાન્ડના વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા.

Top Stories India
13 1 કોંગ્રેસ હાઈકમાન્ડે મારી વાત માની,ચૂંટણી સાથે મળીને લડીશું અને જીતીશું: સચિન પાયલોટ

રાજસ્થાનમાં કોંગ્રેસના દ્રષ્ટિકોણથી સારા સમાચાર આવ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડે આજે દિલ્હીમાં રાજસ્થાન કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી. જેમાં મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ હાઈકમાન્ડના વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા. મીટિંગ બાદ સચિન પાયલટે મોટું નિવેદન આપ્યું છે.સચિન પાયલોટે બેઠક બાદ કહ્યું કે ‘રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને આજે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં આગામી ચૂંટણી માટે રણનીતિ બનાવવામાં આવી છે. છેલ્લા 25 વર્ષથી રાજસ્થાનમાં એક વખત કોંગ્રેસ અને એકવાર ભાજપની પેટર્ન ચાલી રહી હતી. પરંતુ આ વખતે અમે સરકારને રિપીટ કરવા પર ચર્ચા કરી છે. અમે બેઠકમાં રાજસ્થાનના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી છે. અમે બધા ચૂંટણીમાં સાથે મળીને કામ કરીશું.

સચિન પાયલટે કહ્યું કે ‘મેં રાજસ્થાનની માંગણીઓ ઉઠાવી હતી. કોંગ્રેસ સમિતિએ તે તમામ માંગણીઓ પર ધ્યાન આપ્યું છે. મારી માંગણીઓ સ્વીકારવામાં આવી છે. મને ખુશી છે કે આ માંગણીઓ પર ટૂંક સમયમાં યોગ્ય માર્ગદર્શિકા આપવામાં આવી છે. ભાજપના કાર્યકાળમાં જે ભ્રષ્ટાચાર થયો છે તેના પર સરકાર કાર્યવાહી કરશે.

સચિન પાયલટે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી દ્વારા અત્યાર સુધી તેમને જે પણ જવાબદારી આપવામાં આવી છે. તે પૂર્ણ નિષ્ઠાથી નિભાવી રહ્યો છું. ખાસ વાત એ છે કે ભવિષ્યમાં તેમને પાર્ટીમાં જે પણ જવાબદારી મળશે તે હું પણ નિભાવીશ.સચિનના આ નિવેદનથી સ્પષ્ટ છે કે કોંગ્રેસ હવે રાજસ્થાનમાં ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે.