બારામુલા,
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓએ હુમલો કરતાં 4 પોલિસકર્મી શહીદ થયા છે. જમ્મુ-કાશ્મીરના બારામુલા જીલ્લાના સોપોરમાં થયેલાં આતંકી હુમલામાં ચાર પોલિસ કર્મી શહીદ થયા છે. તો એક ઘાયલ થયો છે.
પુંચ જીલ્લામાં શુક્રવારે એલઓસી પર ભારત અને પાકિસ્તાનના સૈનિકો વચ્ચે ભારે ગોળીબારો થયા બાદ શનિવારે વહેલી સવારે આતંકીઓએ બારામુલામાં હુમલો કર્યો હતો. સુત્રો જણાવે છે કે, બારામુલા જિલ્લાના સોપોરમાં આજે આતંકવાદીઓ દ્વારા IED બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. સોપોરની એક દુકાન પાસે IED બ્લાસ્ટ થતા અહીં ફરજ બજાવી રહેલાં પોલિસકર્મીઓ શહીદ થયા હતા.
બોંબ બ્લાસ્ટ થતાં અહીં પોલિસ અને આર્મીની મોટી કુમક પહોંચી હતી અને વિસ્તારને કોર્ડન કર્યો હતો.