Not Set/ જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા, લેહમાં તાપમાન માઇનસ 8 ડિગ્રીએ પહોંચ્યું.

આ વખતે ઠંડીએ સિઝનનો રેકોર્ડ તોડ્યો છે. કાશ્મીરમાં તાપમાનનો પારો ગગડયો છે અને ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. લેહમાં તાપમાન માઇનસ 8 ડીગ્રી સુધી પહોંચી ગયું હતું. આ પહેલા અહીં તાપમાનનો પારો માઇનસ 6.4 ડીગ્રી હતું એટલે કે મોટા પાયે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ ઠંડીનું પ્રમાણ વધી શકે છે. દરમિયાન શ્રીનગર […]

India

આ વખતે ઠંડીએ સિઝનનો રેકોર્ડ તોડ્યો છે. કાશ્મીરમાં તાપમાનનો પારો ગગડયો છે અને ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. લેહમાં તાપમાન માઇનસ 8 ડીગ્રી સુધી પહોંચી ગયું હતું. આ પહેલા અહીં તાપમાનનો પારો માઇનસ 6.4 ડીગ્રી હતું એટલે કે મોટા પાયે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ ઠંડીનું પ્રમાણ વધી શકે છે. દરમિયાન શ્રીનગર અને લેહ વચ્ચેનો રસ્તો ટ્રાફિકને ધ્યાનમાં રાખીને બંધ કરી દેવો પડયો હતો. અહીં ભારે હિમવર્ષા થઇ રહી છે જેને પગલે ઠેર ઠેર લોકો ફસાયા હોવાના પણ અહેવાલો છે. હાલ રોડ પરથી બરફ હટાવવા માટે હેવી મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ટ્રાફીક પોલીસે જણાવ્યું હતું કે હિમવર્ષા બંધ થયા બાદ જ કોઇ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત મુઘલ રોડને પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ રોડ કાશ્મીર અને દેશના બાકી ભાગને જોડે છે. જોકે તેને પણ બંધ કરી દેવાની પરિસ્થિતિ ઉભી થતા કાશ્મીરીના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. સમગ્ર ઘાટીમાં હિમ વર્ષા જોવા મળી હતી જેને પગલે મોટા ભાગના રસ્તા બંધ થઇ ગયા હતા અને તાપમાન કેટલાક વિસ્તારોમાં માઇનસ 7 તો કેટલાકમાં માઇનસ 1 સુધી રહ્યું હતું. શ્રીનગરનું તાપમાન 2 ડીગ્રી આસપાસ રહ્યું હોવાથી લોકોને આ વિસ્તારમાં થોડી રાહત મળી હતી. હવામાન વિભાગે ૨૪ કલાકમાં ભારેથી અતિ ભારે હિમ વર્ષાની આગાહી આપતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે.